બોલિવૂડ સુપ્રસિદ્ધ સિંગર હિમેશ રેશમિયાએ ફરી એકવાર દાદાને બે હાથ જોડીને પ્રાર્થના કરી, કહેલું હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવું, જુઓ ફોટા

બોલિવૂડ સુપ્રસિદ્ધ સિંગર હિમેશ રેશમિયાએ ફરી એકવાર દાદાને બે હાથ જોડીને પ્રાર્થના કરી, કહેલું હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવું, જુઓ ફોટા

કષ્ટભંજન દેવ સત્ય છે, તેઓ કળિયુગમાં હાજરાહજુર પરચા પૂરૂ છે, ત્યારે સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. તમે તો જાણતા હશો કે દાદાના મંદિર અમીરથી લઈને સૌ કોઈ ભાવી ભક્તો માથુ ટેકવે છે, ત્યારે ગઈકાલે એટલે કે 25 જૂન 2023ના રોજ સુપ્રસિદ્ધ સિંગર હિમેશ રેશમિયા સહ પરિવાર સાથે ફરી એકવાર દાદાના દર્શનાથે પહોચ્યા હતાં. જ્યાં તેમણે દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અને આરતીનો પણ લાભ લીધો હતો.

હનુમાનજીના કર્યા દર્શન

ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે એટલે કે 16 માર્ચે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અને એક્ટર રિયાલિટી શોના જજ હિમેશ રેશમિયા મુલાકાતે પહોંચ્યા હતા. પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પોતાની માતા, પત્ની અને પરિવાર સાથે ખાસ હનુમાનજીના કર્યા દર્શન કરવા માટે સાળંગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે દર્શન કરી અલગ અનુભૂતિ થયાનું જણાવ્યું હતું. સાથે જ કોવીડ ખતમ થાય બાદ અને દેશ આગળ વધે એવી પ્રાર્થના પણ કરી હતી. લોકોના ધંધા રોજગાર આગળ વધે અને આરોગ્ય સારું રહે તેવી પણ પ્રાર્થના કરી હતી.

હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે હિમેશ

મૂળ ગુજરાતી હિમેશ રેશમિયા એ કહ્યું કે મારા માતા અને પરિવાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી કષ્ટભંજન હનુમાનજી મહારાજની છબી અર્પણ કરી સ્વાગત સન્માન કર્યુ હતું.

 

 

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *