દાનવીરમાં પણ અદાણી આગળ / એશિયાની સૌથી ધનિક અદાણી દાનવીરની યાદીમાં ટોપ પર, જાણો બીજા કોણ છે લિસ્ટમાં

દાનવીરમાં પણ અદાણી આગળ / એશિયાની સૌથી ધનિક અદાણી દાનવીરની યાદીમાં ટોપ પર, જાણો બીજા કોણ છે લિસ્ટમાં

વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી એશિયામાં સૌથી વધુ દાન કરવાની યાદીમાં ટોપમાં સ્થાન મેળવ્યું છે એટલું જ નહીં HCL ટેક્નોલોજીના શિવ નાદર અને હેપીએસ્ટ માઇન્ડ ટેક્નોલોજીના અશોક સૂટા આ ત્રણેય ભારતીયોએ એશિયાના ટોપ દાનવીરોની યાદીમાં જગ્યા બનાવી છે. આ અંગેની માહિતી ફોર્બ્સની યાદી બહાર પાડી છે તેમા સામે આવી છે. નોંધનીય છે કે, ફોર્બ્સની આ 16મી એડિશન જારી કરી છે. #અદાણી

ગૌતમ અદાણી સૌથી મોટા દાતા છે!

ગૌતમ અદાણી ભારતના સૌથી મોટા દાનવીર બની ગયા છે. આ વર્ષે જૂનમાં જ્યારે અદાણી 60 વર્ષના થયા ત્યારે તેમણે 60,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ રકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પાછળ ખર્ચવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. તેના ચેરપર્સન ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણી છે. અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં દર વર્ષે 3.7 મિલિયન એટલે કે 37 લાખ લોકોને મદદ કરે છે.

આ યાદીમાં શિવ નાદરનો પણ સમાવેશ

શિવ નાદરનું નામ ફોર્બ્સ એશિયા હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની 16મી યાદીમાં પણ સામેલ છે, જેમણે છેલ્લા એક દશકામાં શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યો પર લગભગ એક અબજ ડોલર ખર્ચ્યા છે. આ વર્ષે ફાઉન્ડેશનને 1160 કરોડ રૂપિયા ($142 મિલિયન) આપ્યા છે. તેમણે 1994માં આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. શિવ નાદર HCL ટેક્નોલોજીના સહ-સ્થાપક હતા. 2021માં શિવ નાદરે જાતે જ એક્ઝિક્યુટિવ ભૂમિકાઓથી અળગા રહીને ફાઉન્ડેશન દ્વારા શાળાઓ અને યુનિવર્સિટીઓ બનાવી છે. ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓમાં તેમની પત્ની કિરણ નાદર, પુત્રી રોશની નાદર મલ્હોત્રા અને જમાઈ શિખર મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે.

 

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *