FIFA World Cup 2022 Final : અંતિમ સમયે મેસીનું સપનું સાકાર થયું, આર્જેન્ટિના બન્યું વર્લ્ડ ચેમ્પિયન, ફ્રાંસને હરાવી ઇતિહાસ રચ્યો

FIFA World Cup 2022 Final : અંતિમ સમયે મેસીનું સપનું સાકાર થયું, આર્જેન્ટિના બન્યું વર્લ્ડ ચેમ્પિયન, ફ્રાંસને હરાવી ઇતિહાસ રચ્યો

લિયોનેલ મેસીનું તેના છેલ્લા વર્લ્ડ કપમાં ટાઈટલ જીતવાનું સપનું સાકાર થયું છે. ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિનાની ટીમ ચેમ્પિયન બની છે. તેણે ફાઇનલમાં શાનદાર રમત બતાવી અને પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર ફેશનમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું. લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક હતી, જે નિર્ધારિત સમય સુધી 2-2 થી બરાબર રહી હતી.

મેચ 2-2 થી બરાબર રહેતા મેચ વધારાના સમયમાં ગઈ હતી. ત્યાં પણ મેસી અને એમ્બાપ્પે 1-1 ગોલ કર્યા હતા. આ રીતે મેચ ફરી 3-3થી બરાબરી પર રહી હતી. આ પછી, અંતિમ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પરિણમી, જ્યાં આર્જેન્ટિનાએ ફ્રાંસને 4-2થી હરાવ્યું.

આર્જેન્ટિનાની ટીમે વર્લ્ડ કપ ઈતિહાસમાં ત્રીજું ટાઈટલ જીત્યું છે. મેસીની કપ્તાની હેઠળની આ આર્જેન્ટિનાની ટીમ અગાઉ 1978 અને 1986માં ટાઈટલ જીતી ચૂકી છે. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે. બીજી તરફ ફ્રેન્ચ ટીમનું સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આ પહેલા ફ્રાન્સની ટીમ 1998 અને 2018માં ચેમ્પિયન બની હતી.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *