T20 વર્લ્ડકપનો ચેમ્પિયન બનશે અમીર, ICCએ ઈનામની રકમ કરી બમણી, જાણો સંપૂર્ણ ઈનામની રકમ

T20 વર્લ્ડકપનો ચેમ્પિયન બનશે અમીર, ICCએ ઈનામની રકમ કરી બમણી, જાણો સંપૂર્ણ ઈનામની રકમ

T20 વર્લ્ડ પ જીતનારી ટીમ માત્ર ટ્રોફી પોતાની સાથે જ નહીં લે, પરંતુ તેને મોટી ઈનામી રકમ પણ મળશે. ICC એ T20 વર્લ્ડ કપ માટે $11.25 મિલિયન (લગભગ 93. 51 કરોડ રૂપિયા)ની રેકોર્ડ ઈનામી રકમની જાહેરાત કરી છે. તેમાંથી વિજેતાને 2.45 મિલિયન ડોલર (લગભગ 20 કરોડ 36 લાખ રૂપિયા) આપવામાં આવશે.

T20 વર્લ્ડ કપ 2024ની રનર્સ-અપ ટીમને $1.28 મિલિયન મળશે. ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં હારનાર ટીમોને $7,87,500 આપવામાં આવશે. ગત વખતે કુલ ઈનામી રકમ 5.6 મિલિયન ડોલર હતી, જેમાંથી વિજેતા ઈંગ્લેન્ડને 1.6 મિલિયન ડોલર મળ્યા હતા. જોકે, જો IPL 2024 સાથે સરખામણી કરવામાં આવે તો T20 વર્લ્ડ કપની ઈનામી રકમ થોડી વધારે છે. આઈપીએલ ચેમ્પિયનને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી.

ICCએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપની નવમી સિઝનના વિજેતાને $2.45 મિલિયનનું ઇનામ મળશે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ ઈનામી રકમ છે. આ ઉપરાંત, 29 જૂને બાર્બાડોસમાં ફાઇનલ બાદ ટ્રોફી પણ આપવામાં આવશે. સુપર-8થી આગળ ન વધી શકે તેવી ચાર ટીમોમાંથી દરેકને $3,82,500 આપવામાં આવશે. નવમાથી 12મા સ્થાને રહેલી ટીમોને $2,47,500 અને 13માથી 20મા સ્થાન પરની ટીમોને $2,25,000 મળશે. ICCએ કહ્યું, ‘દરેક ટીમને દરેક મેચ જીતવા બદલ $31,154 મળશે (સેમિ-ફાઇનલ અને ફાઇનલ સિવાય).’

55 મેચોની ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના નવ સ્થળો પર 28 દિવસ સુધી રમાશે. આમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ રાઉન્ડની 40 મેચો બાદ ટોચની આઠ ટીમો સુપર એઈટમાં પહોંચશે. તેમાંથી ચાર ટીમ સેમિફાઇનલ રમશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *