અંબાજીના હાઇવે જય અંબેના ઘોષથી ગુંજી ઉઠ્યો, રાત્રિ સમયે માંના સાનિધ્યમાં માર્ગો બન્યા ભક્તિમય… મા અંબાના સાચાં ભક્ત હોય તો શેર કરો

અંબાજીના હાઇવે જય અંબેના ઘોષથી ગુંજી ઉઠ્યો, રાત્રિ સમયે માંના સાનિધ્યમાં માર્ગો બન્યા ભક્તિમય… મા અંબાના સાચાં ભક્ત હોય તો શેર કરો

સવારના પહોરમાં અરવલ્લીની ગિરિમાળામાં બોલ મારી અંબે જય જય અંબેથી ગુંજી ઉઠે છે. આ ગુંજ અંબાજીમાં જ નહિ પરંતુ દરેક ગુજરાતીના હ્રદયમાંથી નીકળીને વિશ્વફલકમાં ગુંજી રહી છે.

 

સાંજ પોતાની કળાને વિરામ આપી રાતને આમંત્રણ આપ્યું એટલામાં જ યાત્રાળુઓ પણ માં અંબેના દર્શન કરવા થાક્યા વિના બસ પગપાળા દ્વારા જય અંબેના ઘોષ સાથે અંબાજી તરફ આગમન કરી રહી છે.

ભજન, કીર્તન, માંના રથ સાથે ભાવિ ભક્તો માંના દર્શન માટે આવી રહ્યા છે. આ દર્શનમાં કોઈ જ તકલીફ ના પડે તે માટે રાજ્યસરકાર દ્વારા તેઓને આરોગ્યની સુવિધાઓ, સલામતીની વ્યવસ્થા અને તેમને ઉપયોગી થવા માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે.

સેવાભાવી સંસ્થાઓ પણ યાત્રાળુઓને સગવડ દ્વારા સહયોગી બની રહ્યું છે.

માં અંબેના વિશ્વ પ્રસિધ્ધ ભાદરવી પૂનમના મેળામાં લીધે રાત પણ જાગીને પદયાત્રીઓનું સ્વાગત કરી રહી છે…


બોલ મારી અંબે…. જય જય અંબે
અંબાજી જાના જરૂરી હે …..
જેવા ઘોષથી રાત પણ જાગી માંના જયઘોષ કરી રહી છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *