VIDEO: અલ્લુ અર્જુનની ધરપકડ થતા રડવા લાગી પત્ની સ્નેહા, એક્ટરે કિસ કરીને આપી સાંત્વના
અલ્લુ અર્જુન હાલમાં તેની ફિલ્મ ‘પુષ્પા 2’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. તેની ફિલ્મે રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે માત્ર એક અઠવાડિયામાં જ વિશ્વભરમાં રૂ. 1000 કરોડથી વધુની કમાણી કરી લીધી છે, જે વચ્ચે હાલ અલ્લુ અર્જુન કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.
અલ્લુની ધરપકડ જોઈને પત્ની રડવા લાગી
હવે અલ્લુ અર્જુનની ધરપકડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની પત્ની સ્નેહા રેડ્ડી તેની ધરપકડ પર રડતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે શુક્રવારે હૈદરાબાદ પોલીસ કમિશનરની ટાસ્ક ફોર્સ અને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અર્જુનના ઘરે પહોંચ્યા હતા. એ સમયનો વીડિયો સામે આવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પોલીસ ફોર્સ અભિનેતાના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની પણ તેની સાથે હાજર હતી. અલ્લુ પાર્કિંગ એરિયામાં ચા પીતા પીતા પોલીસ સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન અલ્લુની પત્ની ભાવુક થતી જોવા મળે છે.
પત્નીને ચુંબન કરીને પ્રેમ દર્શાવ્યો
પોતાની પત્નીને પરેશાન જોઈને અલ્લુ તેને સાંત્વના આપતો જોવા મળે છે. વીડિયોમાં તે તેની પત્ની સાથે વાત કરે છે અને તેના ગાલ પર ચુંબન કરીને સમજાવતો જોવા મળે છે. એવું લાગે છે કે, આ દરમિયાન તે તેની પત્નીને એવું કહી રહ્યો હશે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અલ્લુની વાત સાંભળીને તેની પત્ની સ્નેહા હસવા લાગે છે. આ પછી અભિનેતા પોલીસ સાથે કારમાં જતો રહે છે. હાલમાં અલ્લુની ધરપકડના સમાચારે તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.
#AlluArjun taken in custody for the enquiry of #Pushpa2TheRule incident happened in Sandhya theatre😲🚨pic.twitter.com/Aug6gCk2RO
— AmuthaBharathi (@CinemaWithAB) December 13, 2024
અલ્લુ અર્જુનની ધરપકડ
હકીકતમાં, 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં પોલીસે આજે તેની ધરપકડ કરી છે. પોલીસે સંધ્યા થિયેટર મેનેજમેન્ટ, અભિનેતા અને તેની સુરક્ષા ટીમ સામે કેસ નોંધ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, ફિલ્મની ટીમ પ્રીમિયર માટે આવશે તેવી પોલીસને અગાઉથી કોઈ માહિતી નહોતી. આ ઘટનાના અનુસંધાને અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની એક ટીમ દ્વારા કસ્ટડીમાં લઈને કેસ નોંધવામાં આવ્યો હતો.