માઁ ચામુંડાના દર્શન કરીને ભાવી ભક્તો પરત ફરતા હતાં ત્યારે ગમખ્વાર અકસ્માત નડતા માતાજીએ સાક્ષાત દર્શન સ્વરૂપે પરચો આપ્યો

માઁ ચામુંડાના દર્શન કરીને ભાવી ભક્તો પરત ફરતા હતાં ત્યારે ગમખ્વાર અકસ્માત નડતા માતાજીએ સાક્ષાત દર્શન સ્વરૂપે પરચો આપ્યો

ગુજરાતમાં અનેક ગમખ્વાર અકસ્માતની ઘટના બનતી રહે છે. અને આમાંથી ઘણી દુર્ઘટના ગંભીર પણ હોય છે. ત્યારે થોડા સમયે પહેલા ચોટીલાથી દર્શન કરીને પાછા આવતા પરિવારને રોડમાં ખતરનાક રોડ એક્સીડન્ટ નડ્યો હતો. જોકે કોઈ ઈજાના પહોચતા ચોટીલામાં બિરાજમાન માતા ચામુંડાએ સાક્ષાત પરચા આપ્યા હતાં. મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા ભાવનગરથી 11 શ્રદ્ધાળુઓ ચોટીલાવાળી ચામુંડા માતાજીના દર્શનાર્થે ગયાં હતાં. આ ભાવિ ભક્તોએ ભારે હર્ષ સાથે માતાજીના દર્શન કર્યા બાદ પાછા પોતાના નિવાસ સ્થાને જવા રવાના થયાં હતાં

એવામાં રોડ પર ગારીયાધાર નજીક વાહનનું ટાયર અચાનક ફાટી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 11માંથી 9 લોકોને ગંભીર ઈજાઓ પહોચી હતી, જેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં આ ઘટનાની જાણ તેઓના કુટુંબીજનોને થઈ તો પરિવારમાં ગમનો માહોલ છવાયો હતો. અનાચક ગમખ્વાર અકસ્માત સર્જાતા ભક્તોની ખુશી ક્ષણવારમાં છીવાય ગઈ હતી.

મહત્વની વાત એ છે કે આટલો મોટો ગંભીર અકસ્માત થયો પણ કોઈ મોત નીપજ્યું ન હતું જેથી તમામ લોકો કહે છે કે આ માતા ચામુંડાએ સાક્ષાત પરચા બતાવ્યાં હતાં. ભક્તો માને છે કે તેમનો જીવ માતા ચામુંડાએ બચાવ્યો છે, જેને પગલે લોકો માતાજીના પરચાનો આભાર માની રહ્યાં છે.

આજના સમયમાં માતાજી પર જો આપણને શ્રદ્ધા હોય તો આ ઘોર કળિયુગમાં પણ માતાજી પરચા બતાવે છે.માતાજીને માનનારા લાખો લોકો છે જે પુરી શ્રદ્ધાથી માતાજી ને યાદ કરે તો માતાજી હાજરા હજુર સાક્ષાત પરચા પુરે છે. માતાજીના તો એવા કેટલા બધા ચમત્કાર છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *