શારીરિક અને માનસિક રીતે નિરોગી રહેવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, 100 ટકા રહેશો તંદુરસ્ત

શારીરિક અને માનસિક રીતે નિરોગી રહેવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, 100 ટકા રહેશો તંદુરસ્ત

દરેક લોકોએ શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેવું અત્યંત જરૂરી છે. એવામાં જરૂરી છે કે તમારૂ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન યોગ્ય રીતે રાખવામાં આવે. જેથી તમે કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકો. અહીં અમે તમને કેટલીક એવી રીત જણાવી રહ્યાં છે જેને અપનાવીને તમે પોતાને ઘણાં અંશ સુધી તંદુરસ્ત રાખવામાં સફળ થઈ શકો છો.

લૂઝ અને હળવા કપડા પહેરો

ગરમીના સમયમાં જ્યારે તમારે એ.સી વગર રહેવું છે તો ટાઈટ કપાડાની જગ્યાએ લૂઝ અને લાઈટ કપડા પહેરો. સારૂ રહેશે કે કોટનના કપડા વધું પહેરવા. આથી તમારા શરીરમાં હવા પણ લાગતી રહેશે અને પરસેવો પણ ઓછો આવશે. સાથે જ તમે રિલેક્સ મહેસૂસ કરશો.

ફળ અને સલાડ લેતા રહો

નાસ્તો અને ભોજન એવું ખાઓ જે પોષક તત્વોથી ભરપૂર હોય. તેની સાથે જ દિવસમાં જ્યારે હળવી ભૂખ લાગે તો જંક ફૂડ, ઓયલી અને કોઈ પ્રકારના સ્નેક્સ ખાવાથી સારૂ રહેશે કે તમે ફળ અને સલાડ જેવી વસ્તુનું સેવન સમય સમય પર કરતા રહો. આ તમારી ભૂખને તો શાંત કરશે જ સાથે ઈમ્યૂનિટી પણ વધારશે.

જાણકારી રાખો પણ નકારાત્મક વસ્તુથી દૂર રહો

હાલના દિવસમાં કોરોના અને તેના પગલે મૃત્યુ પામેલા લોકોના સમાચાર સાંભળવા મળે છે. તમે જાણકારી માટે ધ્યાન આપતા રહો પરંતુ દરેક સમય ટીવી અથવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ન્યૂઝ જોવાથી બચો. નકારાત્મક વાતોને ધ્યાનમાં ન રાખીને સકારાત્મક વિચાર આપનારી વસ્તુ વિશે વાત કરો અને વાંચો. આથી તમે માનસિક રીતે ઘણાં અંશે પોતાને શ્રેષ્ઠ રાખવામાં સફળ થઈ શકશો.

રોજ હળવા ગરમ પાણીથી સ્નાન કરવું

હળવાશ અનુભવવા માટે તમે રોજ સ્નાન કરો. સ્નાન કરવા માટે ઠંડુની જગ્યાએ હળવું ગરમ પાણીએ સ્નાન કરવું વધું સારૂ રહેશેય ઠંડા પાણીથી સ્નાન કરવાથી થોડા સમય તાજગી મળે છે, પરંતુ હળવું ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને તે સમય ભલે જ વધું તાજગી મહેસુસ ન થાય, પછી તમે હળવાશ અનુભવશો. સાથે જ પરસેવો અને તનની દુર્ગંધથી પણ રાહત મળશે. તમે ઈચ્છો તો પાણીમાં થોડા ટીપા ગુલાબ જળ અથવા લીંબુને પણ મિક્સ કરી શકો છો.

ભક્તિમય સંગીત સાંભળો

આ માહોલ મ્યૂઝિક સાંભળવાનો નથી, કારણ કે આ રીતે કોરોનાના કારણે થઈ રહેલા ભય પગલે ન તો તમને સુકૂન મળશે, ન જ તો સામાજિક તરીકે શ્રેષ્ઠ સાબિત થશે. એટલા માટે સ્વયંને માનસિક રીતે શાંત રાખવા માટે તમે ધીમા અવાજમાં ભક્તિમય સંગીત સાંભળવાની કોશિશ કરો આ તમને ઘણું સુકૂન આપશે.

સારી અને પૂરતી ઉંઘ લો

નેગેટિવિટીના માહોલમાં ઘરના માહોલને પોઝિટિવ રાખો અને રાત્રે સારૂ અને પૂરતી ઉંઘ લો. સુતા પહેલા કોઈ એવી વાત વ્યક્ત ન કરો જે તમને પરેશાન કરે અને તમારી નિંદર વચવચમાં ઉડી જાય. સાથે જ એવા રૂમમાં નિંદર કરો જ્યાં વધું બારીઓ હોય.

મેડિટેશન કરો

કોરોના વાયરસના પગલે આ તણાવભર્યા માહોલમાં પોતાને શાંત અને કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારને દૂર રાખવા માટે જરૂરી છે કે તમે રોજ મેડિટેશન કરો. જો ન કરી શકો તો થોડો સમય યોગ અને કસરત પણ કરી શકો છો. આથી તમે શારીરિક રીતે પણ ફિટ રહેશો અને માનસિક રીતે પણ સુકૂન પણ તમને મળશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *