એક અનાથ છોકરો જે અખબારો વેચતો, ચંપલ પહેરીને ટ્રાયલ આપતો હવે તેને મળી રમવાની અદ્દભૂત તક

એક અનાથ છોકરો જે અખબારો વેચતો, ચંપલ પહેરીને ટ્રાયલ આપતો હવે તેને મળી રમવાની અદ્દભૂત તક

જ્યારે મહેનત ફળ આપે છે ત્યારે નસીબ પલટાઈ જાય છે. આવું જ કંઈક દિલ્હીના મોહમ્મદ વસીમ સાથે પણ થયું. વસીમ દિલ્હીની સડકો પર સાઇકલ ચલાવીને અખબારો વહેંચે છે, પરંતુ આજે તેનું નામ મોટા અખબારોની હેડલાઇન્સમાં છવાયું છે. આના બે કારણો છે, પહેલું તેની પ્રતિભા અને બીજું તેની મહેનત.

19 વર્ષનો વસીમ દિલ્હી પ્રીમિયર લીગ રમશે
ઘણા લોકોને ખબર નહીં હોય કે આ મોહમ્મદ વસીમ કોણ છે. વાસ્તવમાં ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી 4 તસવીરો શેર કરી છે. આ ચાર તસવીરો અખબારનું વિતરણ કરનાર 19 વર્ષના છોકરા મોહમ્મદ વસીમની છે. વસીમ ક્રિકેટનો ફાસ્ટ બોલર છે જે દિલ્હીની શેરીઓમાંથી બહાર આવ્યો છે. જણાવી દઈએ કે પૂર્વ દિલ્હીમાં તૈયાર કરાયેલ યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પહેલીવાર દિલ્હી પૂર્વ દિલ્હી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પૂર્વ દિલ્હી પ્રીમિયર લીગ માટે વસીમની પસંદગી કરવામાં આવી છે.

Mohammad Wasim

તેની પસંદગી બાદ ગૌતમ ગંભીરે આ યુવા ક્રિકેટરની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ‘જે અખબાર મોહમ્મદ વસીમ વહેંચતો હતો, હવે તેનો ફોટો પણ તેમાં જ છપાશે.’ ગંભીર દ્વારા શેર કરાયેલ મોહમ્મદ વસીમની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ચંપલ પહેરીને 140 કિમીની ઝડપે બોલ ફેંકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈસ્ટ દિલ્હી પ્રીમિયર લીગ ટ્રાયલ દરમિયાન મોહમ્મદ વસીમે પોતાની બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. દિલ્હીની સડકો પર અખબારો વહેંચનાર આ 19 વર્ષનો છોકરો ચંપલ પહેરીને ટ્રાયલ માટે પહોંચ્યો હતો. આ ચંપલમાં વસીમે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો અને પસંદગીકારોની નજરમાં આવી ગયો.

નાની ઉંમરે માતા-પિતા ગુમાવ્યા
ક્રિકેટના શોખીન અને પેપર ડિલિવરી બોય તરીકે કામ કરતા મોહમ્મદ વસીમે મીડિયાને જણાવ્યું કે તેણે ખૂબ જ નાની ઉંમરમાં તેના માતા-પિતાને ગુમાવી દીધા હતા. હવે તે પોતાના પરિવારને મદદ કરવા માટે કામ કરે છે. તેનો ભાઈ પણ નોકરી કરે છે, પરંતુ તેમ છતાં વસીમની આર્થિક સ્થિતિ સારી નથી. વસીમ માને છે કે ટૂર્નામેન્ટ માટે તેની પસંદગી થયા બાદ તેની ક્રિકેટ કારકિર્દીને વેગ મળશે. વસીમે જણાવ્યું કે અધિકારીઓએ પણ તેની મદદ કરી છે. તેની પાસે હવે પ્રેક્ટિસ માટે ક્રિકેટ કીટ અને બૂટ છે.

Mohammad Wasim

ક્રિકેટરમાંથી સાંસદ બનેલા ગંભીરે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટૂર્નામેન્ટને લઈને ગંભીરે કહ્યું છે કે ‘અહીં ખેલાડીની પૃષ્ઠભૂમિથી કોઈ ફરક પડતો નથી, અહીં તેની પ્રતિભા મહત્વની છે. ગંભીર તેને જનતા રમત
કહે છે. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે અને વિજેતા ટીમને 30 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે. સાથે જ રનર અપ ટીમને 20 લાખ રૂપિયા આપવામાં આવશે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *