ઉદ્યોગપતિઓને ઘી-કેળા, 12.3 લાખ કરોડની લોન માફ, તો સામાન્ય પ્રજા પર જ કેમ બોજ?
અનિલ અંબાણી, જિંદલ અને જયપ્રકાશ જેવા ઉદ્યોગપતિ લોનની રકમ ચુકવી શકતા નથી જેનાથી બેન્કો પર ભાર સતત વધી રહ્યો છે. ગત 10 વર્ષમાં બેન્કોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. છેલ્લા 5 વર્ષમાં દેવા માફીની અડધાથી વધુ રકમ સરકારી બેન્કોની છે. લોન માફ કરવામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સૌથઈ આગળ છે.
એક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 2024 વચ્ચે બેન્કોએ કૂલ 12.3 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. સંસદમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં સરકારે આ જાણકારી આપી છે. સરકાર તરફથી આપવામાં આવેલા ડેટા અનુસાર 53% અથવા 6.5 લાખ કરોડ રૂપિયા ગત પાંચ વર્ષ (નાણાકીય વર્ષ 20-24માં સાર્વજનિક વિસ્તારની બેન્ક (સરકારી બેન્ક) માફ કર્યા છે.
લોન ન ચુકવી શકનારાઓમાં અનિલ અંબાણીનો પણ સમાવેશ
ટોપ-100 ડિફૉલ્ટરોમાં પાસ કૂલ NPAનો 43 ટકા ભાગ છે. લોન ન ચુકવી શકનારાઓમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ પણ સામેલ છે. સાથે જ જિંદલ અને જેપી ગ્રુપની કંપની પણ સામેલ છે.
સરકારી બેન્કોની સ્થિતિ 2023માં થોડી સુધરી
બેન્કો તરફથી લોન માફ કરવાનો દર નાણાકીય વર્ષ 2019માં 2.4 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2024માં આ 1.7 લાખ કરોડ રૂપિયાના સૌથી નીચલા સ્તર પર આવી ગયો હતો. તે સમયે બાકી રહેલી રકમ કૂલ બેન્ક લોનની આશરે 165 લાખ કરોડ રૂપિયાના માત્ર એક ટકા હતી. સરકારી બેન્કો પાસે વર્તમાનમાં કૂલ લોનનો 51% ભાગ છે જે નાણાકીય વર્ષ 2023માં 54% કરતા ઓછો છે.
NPA મામલે સરકારી બેન્ક આગળ
NPA મામલે પણ સરકારી બેન્ક આગળ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે RBIના આંકડા અનુસાર 30 સપ્ટેમ્બર 2024 સુધી સરકારી બેન્કોનો NPA 3,16,331 કરોડ રૂપિયા અને પ્રાઇવેટ બેન્કોનો NPA 1,34,339 કરોડ રૂપિયા હતો.
લોન માફ કરવામાં SBI સૌથી આગળ
જે બેન્કોએ લોન માફ કરી છે, રકમના હિસાબથી તેમાં SBI સૌથી આગળ છે. SBIએ 5 વર્ષમાં દોઢ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. બીજા નંબર પર પંજાબ નેશનલ બેન્ક છે. ત્રીજા નંબર પર યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ચોથા નંબર પર બેન્ક ઓફ બરોડા અને પાંચમા નંબર પર બેન્ક ઓફ ઇન્ડિયા છે.
સરકારી બેંકો પણ લોનની રકમ રાઈટ ઓફ કરવાના મામલે ઘણી આગળ છે. SBIએ આ 5 વર્ષમાં લગભગ રૂ. 2 લાખ કરોડનું રાઈટ ઓફ કર્યું જ્યારે પંજાબ નેશનલ બેંકે રૂ. 94,702 કરોડની લોન રાઈટ ઓફ કરી હતી.
લોન ક્યારે માફ થાય છે?
પંકજ ચૌધરીએ કહ્યું કે RBIની માર્ગદર્શિકા અને બેંકોના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ નીતિ મુજબ, ચાર વર્ષ પૂર્ણ થયા પછી NPAને રાઇટ ઓફ કરવામાં આવે છે. આવા રાઇટ-ઓફથી ઋણ લેનારની જવાબદારીઓનું વિસર્જન થતું નથી. ઋણ લેનારને કોઇ લાભ મળતો નથી અને બેંકો આ ખાતાઓમાં શરૂ કરાયેલી વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખે છે.