દરરોજ માત્ર 30 મીનિટ સુધી જરૂર ચલાવો સાયકલ, શરીરને મળશે આ અગણિત ફાયદા

દરરોજ માત્ર 30 મીનિટ સુધી જરૂર ચલાવો સાયકલ, શરીરને મળશે આ અગણિત ફાયદા

સાયકલની વિશેષતા અને બહુમુખી પ્રતિભાને પહોચાડવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે શહેરવાસી પોતાની આજુબાજુ સફર કરવા માટે સાયકલનો ઉપયોગ કરે, તો તેનાથી દરરોજ સેકન્ડો લીટર પેટ્રોલની ખપત ઓછી થશે. તેમજ શહેરનું પ્રદૂષણ સ્તર પણ ઓછું થશે. સાથે જ જે લોકો સાયકલ ચલાવે છે, તેનું માનવું છે કે આથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થાય છે અને સુરક્ષિત રહીએ છે.

આ રાખો ધ્યાન
ડાયાબિટીસના રોગી ટાઈપ 1 શ્રેણી વાળા જો એક કલાકથી વધું સાયકલ ચલાવે છે તો તેને થોડો કાર્બોહાઈડ્રેટ યુક્ત આહાર સાથે રાખવો જોઈએ. ડાયાબિટીસ વાળા દર્દી જો નિયમિત રીતે લાંબી સફર કરે છે તો તેને વ્યાયામ પહેલા તેમજ પછી બ્લડ શુગરની તપાસ કરાવી લેવી જોઈએ. આ તપાસ ફિંગર સ્ટિક સ્ટાઈલ બ્લડ ગ્લૂકોઝ મીટરથી થઈ શકે છે.

સાયકલ ચલાવવાથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીના મૃત્યુનું જોખમને ઘટાડવામાં મદદ મળે છે. તબીબનું માનવું છે કે દરરોજ 30 મિનીટ સુધી સાઈકલ ચલાવવી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આવો જાણી તેના ફાયદા વિશે…

સાયકલ ચલાવવાના ફાયદા

સારી ઉંઘ
દરરોજ 30 મીનિટ સાયકલ ચલાવવાથી રાત્રે સારી નિંદર આવે છે. જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો સાયકલ ચલાવવાથી તમારી આ પરેશાની છુટકારો મળી શકે છે.

તેજ થાય છે મગજ
એક રિસર્ચ પ્રમાણે, જે માણસ દરરોજ 30 મીનિટ સાયકલ ચલાવે છે તેનું મગજ સામાન્ય માણસ કરતા વધારે એક્ટિવ રહે છે અને બ્રેન પાવર વધાવાના ચાન્સ પણ 15 થી 20 ટકા સુધી વધે છે.

યોગ્ય રહે છે રોગપ્રતિકારક ક્ષમતા
સાયકલ ચલાવવાથી રોગપ્રતિકારક ક્ષમતા યોગ્ય રીતે કામ કરે છે, એક રિપોર્ટ અનુસાર દરરોજ અડધી કલાક સાયકલ ચલાવવાથી ઈમ્યૂન સેલ્સ એક્ટિવ થઈ જાય છે અને બીમારી થવાનો ખતરો ઘટી શકે છે.

બર્ન થાય છે કેલેરી
સાયકલ ચલાવવાથી એક્સ્ટ્રા કેલેરીને બર્ન કરવામાં મદદ કરે છે. સાયકલ ચલાવવાથી વધારાની કેલેરીને ખૂબ જ સહેલાયથી બર્ન કરી શકાય છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *