કમાલનો છે આ ગુજરાતી વ્યક્તિ જેને સારા પગારની નોકરી છોડીને ચાલુ કરી દીધી ઓર્ગેનિક ખેતી અને તેમાંથી આજે વર્ષે કરોડો રૂપિયા કમાઈ છે

કમાલનો છે આ ગુજરાતી વ્યક્તિ જેને સારા પગારની નોકરી છોડીને ચાલુ કરી દીધી ઓર્ગેનિક ખેતી અને તેમાંથી આજે વર્ષે કરોડો રૂપિયા કમાઈ છે

આપણે આજકાલ ઘણા વ્યક્તિઓને જોતા હોઈએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે લાખો રૂપિયા કમાતા હોય છે, તેવો જ કિસ્સો ગુજરાતના આણંદ જિલ્લાના બોરીયાવી ગામમાં રહેતા દેવેશ પટેલે સાથે થયો હતો.

દેવેશએ આઇટીમાંથી તેનું એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું અને એન્જિનિયરિંગ કર્યા બાદ દેવેશને એક લાખ રૂપિયા પગારવાળી નોકરી મળી હતું પણ તે નોકરી કરતા ઓર્ગેનિક ખેતીમાં વધુ રસ ધરાવતો હતો.

આથી દેવેશે તેની નોકરી છોડીને હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ જેવી કુદરતી વસ્તુઓની ખેતી કરવાની શરૂ કરી હતી. તે પછી દેવેશે હળદરની કેપ્સ્યુલ પણ બહાર પાડી હતી કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરતી હતી, આથી દેવેશ ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે 1.25 કરોડ સુધીની કમાણી કરી રહ્યો હતો.

દેવેશનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો અને તેને શરૂઆતમાં ખેતી કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દેવેશે ચાર વર્ષ પહેલા ઓર્ગેનિક ખેતી કરવાની શરૂ કરી હતી અને આજે તે પાંચ થી સાત એકર જમીન પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યો હતો.

દેવેશે જણાવ્યું હતું કે હળદરની કેપ્સ્યુલ બનાવવા માટે તેને બે વર્ષ સુધી સંશોધન અને વિકાસ પર કામ કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સલાહ અને માર્ગદર્શન મેળવ્યું હતું.

તે પછી આ કેપ્સ્યુલ બનાવામાં આવી હતી. હાલમાં દેવેશ પાંચ હજાર કેપ્સ્યુલ્સનું ઉત્પાદન કરતો હતો. આવી રીતે દેવેશ પટેલએ ખૂબ જ ટૂંકા ગાળામાં ઓર્ગેનિક ખેતી કરીને ખેડૂત બન્યા હતા અને આ ખેતી કરવા માટે બીજા ઘણા ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા હતા અને દેવેશ ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે કરોડો રૂપિયા કમાઈ રહ્યા હતા.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *