આ યુવકે પોતાનું સપનું પૂરું કરવા માટે દિવસ કે રાત જોયા વગર સખત મહેનત કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બન્યો

આ યુવકે પોતાનું સપનું પૂરું કરવા માટે દિવસ કે રાત જોયા વગર સખત મહેનત કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બન્યો

આપણે ઘણા બાળકોને દેશમાં જોતા હોઈએ છીએ કે સખત મહેનત સાથે સફળતા મેળવતા હોય છે અને દેશમાં તેમના પરિવારનું નામ રોશન કરતા હોય છે, તેવો જ કિસ્સો તેલંગણાના મેટપલ્લીમાં રહેતા અનુદીપ દુરીશેટ્ટી સાથે થયો હતો. અનુદીપ દુરીશેટ્ટીને સખત મહેનત કરીને બીજા પ્રયાસમાં આઈઆરએસ માં સફળતા મેળવી હતી પણ અનુદીપ દુરીશેટ્ટીને આઈએએસ બનવું હતું તો તેને તેની સખત મહેનત કરવાની ચાલુ રાખી અને આખરે તેને ૧ માં નંબરે સફળતા મેળવીને IAS અધિકારી બન્યો હતો.

અનુદીપનું પ્રાથમિક શિક્ષણ તેના ગામમાંથી જ પૂરું કર્યું હતું અને તેના પિતા સરકારી નોકરી કરતા હતા અને તેની માતા ગૃહિણી હતી. તે પછી અનુદીપે 2011 માં રાજસ્થાનથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને સ્નાતક થયા પછી અનુદીપ દુરીશેટ્ટીએ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી હતી.

અનુદીપ દુરીશેટ્ટીએ સખત મહેનત સાથે 2012 માં પહેલી વખત યુપીએસીની પરીક્ષા આપી હતી પણ અનુદીપને પહેલા પ્રયાસમાં સફળતા મળી ન હતી તો તેને બીજી વખત યુપીએસસીની પરીક્ષા આપી તો અનુદીપને સફળતા મળી પણ તેના ઓછા માર્ક્સના કારણે અનુદીપને આઈઆરએસ તરીકે પસંદગી થઇ હતી તો પણ અનુદીપ દુરીશેટ્ટીએ IAS અધિકારી માટે સતત મહેનત ચાલુ જ રાખી હતી.

તે પછી અંતે અનુદીપ દુરીશેટ્ટી એ તેનું સપનું પૂરું કરવા માટે સખત મહેનત સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી હતી અને IAS અધિકારી બનીને દેશમાં માતાપિતાનું નામ રોશન કર્યું હતું, અને અનુદીપને તેની સફળતા માટે ઘણા બધા લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *