આ મહિલા આવી રીતે બચાવે છે પોતાનો જીવ, કારણ જાણીને તમે પણ દુ:ખમાં હસતા શીખી જશો

આ મહિલા આવી રીતે બચાવે છે પોતાનો જીવ, કારણ જાણીને તમે પણ દુ:ખમાં હસતા શીખી જશો

હૃદય માણસના શરીરનું સૌથી જરૂરી અંગ હોય છે. જો આ ધડકવાનું બંધ કરી દે તો માણસનો જીવ જઈ શકે છે. સામાન્ય રીતે લોકોનું હૃદય તેની છાતીની અંદર ધબકતું હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી મહિલા અંગે જણાવીશું, જેનું હૃદય તેની છાતી પર નહિં પણ ખભા પર લટકતું રહે છે. આ વાત સાંભળવામાં તમને અજુગતી લાગતી હોય પરંતુ આ સત્ય છે.

બ્રિટેનમાં સલ્વા હુસૈન નામની 39 વર્ષીય એક મહિલા રહે છે. આ મહિલા બેગમાં પોતાનુ હૃય લઈને ફરે છે. વાસ્તવમાં આ બેગમાં બેટરીથી ચાલનારૂ એક પંપ અને ઈલેક્ટ્રિક મોટર છે. આ વસ્તુ તેના હૃદયને ચલાવવાનું કામ કરે છે. તેના માધ્યમથી શ્વાસ તેના ફેફસાં સુધી જાય છે. આથી તેના શરીરમાં બ્લડ સર્કુલેશન સુંવાળું રીતે કામ કરે છે.

સલ્વા હુસૈનનું જીવન સામાન્ય રીતે જ ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જે પછી તે તબીબ પાસે ગઈ તો તેને જણાવ્યું કે તમને હૃદયની એક ગંભીર બીમારી છે. જ્યારે તેની તપાસ થઈ તો તબીબે તે પરિણામે પહોચી કે સલ્વાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી, એવામાં તેની પાસે ફક્ત આર્ટિફિશિયલ હૃદય લગાવવાનો જ વિકલ્પ હાજર છે.

સલ્વાને પોતાની આ બીમારીની ખબર જુલાઈ 2017મા પડી હતીં. ત્યારથી લઈને અત્યારસુધી તે આ આર્ટિફિશિયલ હૃદયને ખભા પર લટકાવીને જ જીવન જીવી રહી છે. તે પરણિત મહિલા છે અને તેને બે બાળકો પણ છે. ડોક્ટરે તેનું કુદરતી હૃદય નીકાળીને તેની જગ્યાએ પીઠ પર એક કૃત્રિમ ટ્રાન્સપ્લાન્ટના દ્વારા સ્પેશિયલ યૂનિટ ટોયયર કર્યું છે. તે તેને એક બેગમાં રાખે છે, જેમાં બેટરી, એક ઈલેક્ટ્રિક મોટર અને એક પંપ છે. આ બેગમાં બે મોટા પ્લાસ્ટિક ટ્યૂબ જોડવામાં આવ્યાં છે. આ ટ્યૂબ તેની નાભિથી થઈને ફેફસા સુધી જાય છે. આથી તેના તેની છાતીમાં પ્લાસ્ટિકની ચેન્બર્સ સુધી હવા પહોચે છે. આ રીતે તેના શરીરમાં બ્લર્ડ સર્કુલેશન થાય છે.

બેગમાં રાખેલી મોટરને હંમેશા પાવર મળતો રહેવો જોઈએ. સુરક્ષા માટે સલ્વાના બેગપેકમાં બેટરીના બે સેટ રાખેલા છે. જ્યારે એક બેટરી બંધ પડી જાય છે તો તેને તેણે 90 સેકેન્ડની અંદર જ બીજી બેટરી લગાવવી પડે છે. સલ્વાને આ વાતનો ડર હંમેશા રહે છે કે તેની બેટરી બંધ ન પડી જાય, પરંતુ આટલી મુશ્કેલી હોવા છતાં તે પોતાના ચહેરા પર સ્મિત રાખે છે. તે હિંમત નથી હારતી. તેનો આ વિચાર તે લોકો માટે પ્રેરણા છે જે દુ:ખ આવવા પર જલ્દી હતાશ થઈને હાર માની લે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *