ડોક્ટરે મહિલાને કહી એવી દુ:ખદ વાત કે સાંભળતા જ માતાનું થયું અવસાન, બોયફ્રેન્ડે પણ છોડી દીધી

ડોક્ટરે મહિલાને કહી એવી દુ:ખદ વાત કે સાંભળતા જ માતાનું થયું અવસાન, બોયફ્રેન્ડે પણ છોડી દીધી

ભગવાનનું જ બીજું સ્વરૂપ ગણાતા ડોકટરો પણ ક્યારેક એવી વિચિત્ર વસ્તુઓ કે ભૂલો કરે છે, તેની ભૂલો લોકોના જીવન પર ભારે પડે છે. આવી જ એક ઘટના ટિકટોક યુઝર @zelzbthhope સાથે બની. આ ઘટનાએ તેના જીવનને તો વિપરીત કર્યું, સાથે તેની માતાને તેની પાસેથી કાયમ માટે છીનવી લીધી. આ ઘટના બાદ મહિલાનો બોયફ્રેન્ડ પણ તેને છોડીને ચાલ્યો ગયો હતો. જ્યારે ઘટનાની હકીકત સામે આવી ત્યારે મહિલા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. જોકે, તેણે આ સમગ્ર મામલો ટિકટોક પર વીડિયો દ્વારા શેર કર્યો છે.

ડોક્ટરે નિદાનમાં ભયંકર ભૂલ કરી
મહિલાએ વીડિયોમાં જણાવ્યું હતું કે તે તેના વાર્ષિક ચેકઅપ માટે મહિલા ડોક્ટરને મળી હતી. 20 વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલી ઓબ્સટેટ્રિક્સ ગાયનેકોલોઝિસ્ટ ડોક્ટરે તેને કહ્યું કે તે HIV પોઝિટિવ છે. આ સાંભળીને મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે આ વાત પર તેને વિશ્વાસ જ ન આવ્યો. તેમજ તેની માતા હિસ્ટીરિયાનો શિકાર હતી. જ્યારે તેને તેની પુત્રી વિશે ખબર પડી તો તેને આઘાત લાગતા તેનું મોત થઈ ગયું. એટલું જ નહીં, મહિલાની બીમારી જાણીને તેનો બોયફ્રેન્ડ પણ તેને છોડીને જતો રહ્યો.

પછી સામે આવી હકીકત
સને તેના રિપોર્ટને મહિલા ડોક્ટર પાસેથી આગળ બતાવ્યાં, ડોક્ટરે મને આ સમાચાર જણાવતા કહ્યું કે અમે પ્રયત્ન કરીશું કે તમે બને ત્યાં સુધી જીવો. હું લાંબા સમય સુધી આઘાતમાં રહી. આના થોડા અઠવાડિયા પછી મેં અન્ય ડોકટરો દ્વારા ઘણા પરીક્ષણો કર્યા, તો તેમાં બહાર આવ્યું કે મને આવો કોઈ રોગ નથી. તેણે એમ પણ કહ્યું કે અમને એ સમજાતું નથી કે તમને કયા આધારે એચઆઈવી પોઝિટિવ કહેવામાં આવ્યા છે. તમારા રિપોર્ટ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તમને આવી કોઈ બીમારી નથી. આ પછી હું ફરીથી મહિલા ડોક્ટર પાસે ગઈ. પછી તેણે કહ્યું કે મને એ જાણીને આનંદ થયો કે તમે એચઆઇવી નથી. ‘

ટિકટોક યુઝરે શેર કરેલો આ વીડિયો અત્યાર સુધીમાં 847k થી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે મોટી સંખ્યામાં લોકોએ ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે કહ્યું, ‘હું કલ્પના કરી શકતો નથી કે આ બધું થયું ત્યારે તમને કેવું લાગ્યું હશે?’ તે જ સમયે, બીજાએ કહ્યું, ‘હું કેટલાક અન્ય લોકોને જાણું છું જેમને ખોટી રીતે નિદાન કરવામાં આવ્યું હતું, તેથી એક કરતા વધારે ડોક્ટરની સલાહ લેવી સારી છે.’

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *