પેટ્રોલ પંપના કામદારની લાડકી દિકરીએ કર્યો એવો કમાલ કે જાણીને તમે પણ ગર્વ અનુભવશો

પેટ્રોલ પંપના કામદારની લાડકી દિકરીએ કર્યો એવો કમાલ કે જાણીને તમે પણ ગર્વ અનુભવશો

સ્પર્ધાત્મક યુગમાં અનેક વિદ્યાર્થી તનતોડ મહેનત કરીને ઉત્તમ પરિણામ લાવતા હોય છે, ત્યારે ખરેખર આ જાણવું દુનિયાનો સૌથી સારો અનુભવ હોય છે કે તમારી મહેનત અંતે કેમ રંગ લાવી? આ ઉપરાંત, જ્યારે અન્ય લોકો તમારી પ્રશંસા કરે છે ત્યારે તમે ખૂબ ગર્વ અનુભવો છો. વાસ્તવમાં અમે આ વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પેટ્રોલ પંપ કામદારની પુત્રી વિશે ખૂબ જ પ્રેમાળ પોસ્ટ શેર કરી હતી અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આર્ય રાજગોપાલનને IIT કાનપુરમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મળ્યો અને તેની પ્રેરણાદાયી કહાની ચેરમેન દ્વારા શેર કરવામાં આવી છે.

પેટ્રોલ પંપના કામદારની દીકરીએ કમાલ કર્યો
વાયરલ પોસ્ટમાં આર્ય તેના પિતા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેના પિતા કેરળના એક ઇન્ડિયન ઓઇલ સ્ટેશનમાં એટેન્ડન્ટ તરીકે કામ કરે છે. આર્યને ઉચ્ચ શિક્ષણ માટે આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મળતા પરિવારજનો સાથે ચેરમેન પણ અત્યંત ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. આ ખુશીના પગલે ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હું ઇન્ડિયન ઓઇલ ગ્રાહક એટેન્ડન્ટ રાજગોપાલનની પુત્રી આર્યની પ્રેરણાદાયી કહાની શેર કરું છું. આર્યએ આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવીને અમને ગૌરવ અપાવ્યું છે. આર્યને શુભકામનાઓ.

નેટિઝન્સે પિતા અને પુત્રીની ખૂબ વખાણ કર્યા
સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ તસવીરને 12,000થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ બાળકી અને તેના પિતાને અભિનંદન આપ્યા હતા. આઈએએસ અધિકારી પી મણિવન્નાને પિતા-પુત્રીની જોડીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. નેટિઝન્સે કોમેન્ટ બોક્સમાં છોકરીની અથાગ મહેનતની ખૂબ જ પ્રશંસા કરી હતી.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *