માત્ર 9 વર્ષની હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી, માઁએ ગમે તેમ કરીને પેટ ભરીને ઉછેરી અને આજે દિકરીને કર્યું પરિવારનું નામ રોશન

માત્ર 9 વર્ષની હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી, માઁએ ગમે તેમ કરીને પેટ ભરીને ઉછેરી અને આજે દિકરીને કર્યું પરિવારનું નામ રોશન

મેરઠના બુલંદશહેરના પછાત ગામ ભડકઉની રહેવાસી સંગીતાની કહાની કહે છે કે પ્રયત્ન કરનારા લોકો જીવનમાં ક્યારેય હારતા નથી. સંગીતાનો જન્મ અત્યંત સામાન્ય પરિવારમાં થયો હતો. માંડ માંડ કરીને તેના માતા-પિતા પેટ ભરતા હતાં. માતા-પિતાએ તેની પુત્રીને એ આશા સાથે શાળામાં મોકલી હતી કે તે મોટી થઈને તેમનો ટેકો બનશે. સંગીતાએ પણ તેના પરિવારને નિરાશ ન કર્યો અને પોતાની જાતને અભ્યાસ માટે સંપૂર્ણપણે સમર્પિત કરી. તે ધીરે ધીરે આગળ વધી રહી હતી, આ જ સમય દરમિયાન માત્ર નવ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા હંમેશા માટે ગુમાવી દીધી. #દીકરી

પિતાના મૃત્યુ બાદ માતા પાસે સંગીતાની શાળાની ફી ભરવા માટે પૂરતા પૈસા ન હતા. આવી સ્થિતિમાં સંગીતાએ તેની માતા સાથે ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું અને અભ્યાસ ચાલુ રાખ્યો. તે દરેક પ્રકારના પડકારોને પાર કરીને આગળ વધતી રહી. તેમણે જરૂર પડે ત્યારે બાળકોને ટ્યુશન પણ ભણાવ્યું, પરંતુ તેમનો અભ્યાસ અટકવા દીધો નહીં. હાઇ-ઇન્ટરમાં સારા માર્ક્સ સાથે પાસ થયા પછી, તેણે ઉચ્ચ શિક્ષણમાં પણ ટોપ કર્યું અને એમફિલમાં ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશન કર્યું.

જાગરણના એક અહેવાલ મુજબ, હાલમાં સંગીતા એનએએસ કોલેજમાં સંશોધનકાર છે. ફેલોશિપમાં મળેલા પૈસાથી તે માત્ર પોતાનો અભ્યાસ જ કરી રહી, પરંતુ તે તેના પરિવારને પણ ટેકો આપી રહી છે. એક સમયે મુશ્કેલીઓથી ઘેરાયેલી સંગીતા હવે તેના વિસ્તાર અને પરિવાર માટે ગૌરવ છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *