દાદી અને માઁનો અદ્દભૂત ફોટો પાડીને આ 7 વર્ષની આરાધ્યાએ રચ્યો ઈતિહાસ

દાદી અને માઁનો અદ્દભૂત ફોટો પાડીને આ 7 વર્ષની આરાધ્યાએ રચ્યો ઈતિહાસ

સાત વર્ષની ઉંમરે જ્યાં બાળકો રમત, કમ્પ્યુટર અને ગેમિંગ પર ધ્યાન આપે કરે છે, ત્યાં આરાધ્યા અરવિંદ શંકર પર પોતાના પરિવાર ગર્વ અનુભવી રહ્યાં છે. સાત વર્ષની આરાધ્યાને ‘પીસ ઈમેજ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જે ફોટો માટે તેને આ પુરસ્કાર મળ્યો છે તે જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ જશે.

પ્રથમ ભારતીયને આ પુરસ્કાર મળ્યો
બેંગ્લોરની આરાધ્યાએ ચિલ્ડ્રન્સ પીસ ઈમેજ ઓફ ધ યર જીતનાર પ્રથમ ભારતીય બનીને ઈતિહાસ રચ્યો છે. જે ફોટો માટે આરાધ્યાએ એવોર્ડ જીત્યો તેની થીમ ‘લેપ ઓફ પીસ’ હતી એટલે શાંતિનો ખોળો. આ ફોટામાં તેની માતા તેની દાદીના ખોળામાં સુતેલા જોઈ શકાય છે. આ તસવીર દ્વારા તે કહેવા માંગે છે કે જો આપણે પૃથ્વી માતાનું રક્ષણ કરીશું તો સમગ્ર વિશ્વ શાંતિથી જીવી શકશે.

દાદીના ખોળાને કુદરતના ખોળામાં જોડયો
આ તસવીર ખેંચતા આરાધ્યાએ કહ્યું કે – સ્પર્ધાનો વિષય જાણીને, મારા મનમાં પહેલો વિચાર આવ્યો કે આપણે મનુષ્ય ત્યારે જ શાંતિથી જીવી શકીએ જ્યારે આપણી માઁ પ્રકૃતિનું રક્ષણ અને પાલનપોષણ થાય. થોડા દિવસો પછી મેં મારી માતાને તેની માતાના ખોળામાં શાંતિથી સૂતી જોઈ. ત્યારે જ મારા મનમાં માતાના ખોળાને કુદરતના ખોળામાં જોડવાનો વિચાર આવ્યો.

આરાધ્યા ધોરણ 2ની વિદ્યાર્થીની છે
આરાધ્યાના પિતાએ કહ્યું કે તેણે ઘણું વિચાર્યું કે તેણે શું શૂટ કરવું જોઈએ. તે સામાન્ય રીતે દાદીના ખોળામાં સૂઈ જાય છે. એક પ્રસંગે, તેણે તેની માતાને દાદીના ખોળામાં સૂતી જોઈ અને તેનો ફોટો લેવાનું વિચાર્યું. ધોરણ 2 ની વિદ્યાર્થી શાળામાં પર્યાવરણ સંબંધિત ખ્યાલો પણ શીખી રહી હતી જેથી તે પ્રકૃતિ સાથે ફોટાની તુલના કરી શકે.

મોબાઈલ ફોન પરથી જ ફોટો લે છે
ફોટોગ્રાફીની શોખીન આરાધ્યા પોતાની માતાના મોબાઈલ ફોનમાંથી જ ફોટો લે છે. તેને રસપ્રદ લાગે તે બધું તે મેળવે છે. ગ્લોબલ પીસ ફોટો એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બનવા ઉપરાંત, તેણે 1,000 યુરોનું રોકડ પુરસ્કાર અને મેડલ પણ જીત્યો છે. અગાઉ તેણે આ તસવીરને રંગમાં ક્લિક કરી હતી, જે બાદમાં બ્લેક એન્ડ વ્હાઇટ આપવામાં આવી હતી.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *