જૂનાગઢમાં ગુજરાતની સૌથી ઊંચી પર્વતારોહણ સ્પર્ધામાં કોણ થયું વિજેતા? વાંચી લો અહીં આખુ લિસ્ટ

જૂનાગઢમાં ગુજરાતની સૌથી ઊંચી પર્વતારોહણ સ્પર્ધામાં કોણ થયું વિજેતા? વાંચી લો અહીં આખુ લિસ્ટ

જૂનાગઢમાં યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પાર્ધામાં ૧૪૭૧ સ્પાર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રાજયકક્ષાની આ સ્પાર્ધામાં ર૦ જિલ્લાનાં સ્પાર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગત સ્પાર્ધામાં સિનિયર ભાઈઓમાં વિજેતા થયેલ જૂનાગઢનો યુવાન ફરીવાર આજે પ૮.૦૪ મિનિટમાં પપ૦૦ પગાથીયા ચઢીને ઉતરી ગયો હતો. જુનિયર ભાઈઓમાં ગીર-સોમનાથ જિલ્લાના તરૃણે પ૮.૦૪ મિનિટમાં ચઢીને ઉતરી પ્રાથમ નંબર મેળવ્યો હતો. સિનિયર બહેનોમાં ગીર સેમનાથ જિલ્લાની યુવતી ૪૧.૩૬ મિનિટ અને જુનિયર બહેનોમાં જૂનાગઢની તરૃણીએ ૪૦.૩૧ મિનિટમાં રર૦૦ પગાથીયા ચઢી પ્રાથમ ક્રમાંક મેળવ્યો હતો. ગુજરાત

સિનિયર ભાઈઓમાં ૧થી ૧૦ વિજેતાઓ

૧. પરમાર લાલા ચિમનભાઈ-જૂનાગઢ(૦૦.પ૮.૦૪ મિનિટ)
ર. ભાલીયા મોહન નારૃભાઈ-પોરબંદર(૦૧.૦ર.૦ર મિનિટ)
૩. ચૌહાણ શૈલેષ ભુપતભાઈ-ભાવનગર(૦૧.૦૪.૧૬ મિનિટ)
૪. અગ્રાવત આકાશ પ્રભુદાસભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૪.ર૭ મિનિટ)
પ. પરમાર રાહુલ બાબુભાઈ-ભાવનગર(૦૧.૦પ.૧૧ મિનિટ)
૬. વાજા અજય માનસિંહભાઈ-ભાવનગર(૦૧.૦૬.૩૮ મિનિટ)
૭. કામળીયા શૈલેષ રમેશભાઈ-ભાવનગર(૦૧.૦૬.૪પ મિનિટ)
૮. ભાલીયા હરેશ અર્જુનભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૬.૪૭ મિનિટ)
૯. ગોહિલ અભેસિંગ પાચુભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૭.૦૭ મિનિટ)
૧૦. રાઠોડ રમેશ બાબુભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૭.૩૧ મિનિટ)

ગિરનારની ૩૭મી રાજયકક્ષાની સ્પાર્ધામાં સવારે પોણા સાત વાગે મેયર અને ધારાસભ્ય દ્વારા ફલેગ ઓફ આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ૧૪૭૧ સ્પાર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૧રર૭ સ્પાર્ધકોએ સ્પાર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સિનિયર ભાઈઓમાં ૪૮૧, જુનિયર ભાઈઓ ૪૧૭, સિનિયર બહેનોમાં ૧પ૭, જુનિયર બહેનોમાં ૧૭ર સ્પાર્ધકોએ ભાગ લીધો હતો. સ્પાર્ધકો ગિરનારને સર કરવા માટે એક દિવસ અગાઉ ભવનાથ તળેટી ખાતે આવી પહોંચ્યા હતા. સ્પાર્ધા અગાઉ જ દરેક સ્પાર્ધકોને ચેસ્ટ નંબર આપી દીધા હોવાથી સવારાથી દરેક સ્પાર્ધકો તૈયાર થઈ સ્પાર્ધાનાં રૃટ પર પહોંચી ગયા હતા.

જુનિયર ભાઈઓમાં ૧થી ૧૦ વિજેતાઓ
૧. ડાભી યોગેશ અભેસિંગ-ગીર સોમનાથ(૦૦.પ૮.૦૪ મિનિટ)
ર. ગાવડીયા અભિષેક રામભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૧.પ૪ મિનિટ)
૩. ભાટીયા રવિ ધાનાભાઈ-જૂનાગઢ(૦૧.૦૪.૧ર મિનિટ)
૪. વાળા ભાવિન જેસિંગભાઈ-જૂનાગઢ(૦૧.૦૭.૩૩ મિનિટ)
પ. સોલંકી યશ રમેશભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૮.ર૬ મિનિટ)
૬. કંસારા પ્રકાશ નિલેશભાઈ-જૂનાગઢ(૦૧.૦૯.૦૧ મિનિટ)
૭. ભાલીયા સંજય અર્જુનભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૯.૧૬ મિનિટ)
૮. બારડ અનિરૃધૃધ રામસિંહભાઈ-ગીર સોમનાથ(૦૧.૦૯.રપ મિનિટ)
૯. પરમાર અનિલ ચિમનભાઈ-જૂનાગઢ(૦૧.૧ર.૪૮ મિનિટ)
૧૦. ગોહિલ ઉદય પાચુભાઈ-ગીર સોમનાથ(૦૧.૧૩.૧૭ મિનિટ)

સ્પાર્ધાની શરૃઆત સિનિયર ભાઈઓાથી કરવામાં આવે છે. ત્યારબાદ જુનિયર ભાઈઓ સ્પાર્ધાની શરૃઆત કરતા હોય છે. સિનિયર અને જુનિયર ભાઈઓની સ્પાર્ધા પુર્ણ થયા બાદ સિનિયર-જુનિયર બહેનોની સ્પાર્ધાનો પ્રારંભ થાય છે. ભાઈઓને ગિરનાર પર્વત પર અંબાજી સુાધી સાડા પાંચ હજાર પગાથીયા ચઢીને ઉતરવાનાં હોય છે. બહેનોને માળીપરબની જગ્યા સુાધી રર૦૦ પગાથીયા ચઢીને ઉતરવાનાં હોય છે. ભાઈઓ માટે બે કલાકનો સમય હોય છે. બહેનોને દોઢ કલાકમાં સ્પાર્ધા પુર્ણ કરવાની હોય છે.
સિનિયર બહેનોમાં ૧થી ૧૦ વિજેતાઓ
૧. વાળા પારૃલ નારણભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૧.૩૬ મિનિટ)
ર. વાળા જાગૃતિ કાનભાઈ-જૂનાગઢ(૦૦.૪૩.૪૧ મિનિટ)
૩. વંશ ઝરણા નાનજીભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૩.૪ર મિનિટ)
૪. ભુત ભૂમિકા દુર્લભજીભાઈ-મોરબી(૦૦.૪૩.૪પ મિનિટ)
પ. ગુજરીયા ઉર્મીલા ભાણાભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૩.૪૬ મિનિટ)
૬. કાટેશીયા પાયલ રમેશભાઈ-સુરેન્દ્રનગર(૦૦.૪૪.પ૭ મિનિટ)
૭. ગુજરાતી મિતલ જગદિશભાઈ-જૂનાગઢ(૦૦.૪પ.૩૩ મિનિટ)
૮. ચુડાસમા આરતી ભાણજીભાઈ-જૂનાગઢ(૦૦.૪પ.૪૩ મિનિટ)
૯. બાંમણીયા નિશા જીવાભાઈ-ગીર સોમનાથ(૦૦.૪પ.પ૯ મિનિટ)
૧૦. સોલંકી દિપીકા રમેશભાઈ- ગીર સોમનાથ(૦૦.૪૬.રર મિનિટ)

ગિરનારની સ્પાર્ધા પુર્ણ થયા બાદ મંગલનાથ આશ્રમ ખાતે ૧ થી ૧૦ નંબર પર વિજેતા થયેલ સિનિયર-જુનિયર ભાઈઓ-બહેનોને રાજય સરકાર દ્વારા કુલ રૃા.૬૩ હજાર અને મહાનગરપાલિકા દ્વારા રૃા.પર હજાર રોકડ પુરસ્કાર, શીલ્ડ, પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પ્રાથમ સૃથાન મેળવનાર ચારેય કેટેગરીનાં એક-એક સ્પાર્ધકોને પ૭૦૦, દ્વિતીય સૃથાન મેળવનાર એક-એક સ્પાર્ધકને ૩ હજાર, તૃતિય સૃથાન મેળવનાર એક-એક સ્પાર્ધકને બે-બે હજાર, ચોથું અને પાંચમું સૃથાન મેળવનાર એક-એક સ્પાર્ધકને માત્ર ૧ હજાર અને ૬ થી ૧૦નાં ક્રમાંકે આવનાર ચારેય કેટેગરીનાં સ્પાર્ધકોને માત્ર ૭પ૦ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. જોકે, આવી કડકડતી ઠંડીમાં જોખમી અને આકરી સ્પાર્ધામાં સરકાર દ્વારા માત્ર મામુલી રકમ આપી સ્પાર્ધકોની મજાક કરવામાં આવતી હોય તેવો ઘાટ ઘડાયો હતો.

જુનિયર બહેનોમાં ૧થી ૧૦ વિજેતાઓ

૧. કથુરીયા રોઝીના ઈબ્રાહીમભાઈ-જૂનાગઢ(૦૦.૪૦.૩૧ મિનિટ)
ર. રાઠોડ હિરલ મનુભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૪.ર૯ મિનિટ)
૩. પરમાર અસ્મિતા ધીરૃભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૪.પ૯ મિનિટ)
૪. વાણવી પ્રવિણા હરેશભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૭.પ૮ મિનિટ)
પ. ઓઠીયા પ્રિયા હસમુખભાઈ-રાજકોટ(૦૦.૪૮.૧૩ મિનિટ)
૬. વાજા માયા જગમાલભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૮.૧૬ મિનિટ)
૭. બારડ કિંજલ માનસિંગભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૯.૪૧ મિનિટ)
૮. વંશ શ્રધૃધા મોહનભાઈ-ગીર સોમનાથ(૦૦.૪૯.પ૩ મિનિટ)
૯. કોઠીયા દર્શિતા હસમુખભાઈ-રાજકોટ(૦૦.૪૯.પ૬ મિનિટ)
૧૦. બેલીમ સીમરણ સાજીદખાન-જૂનાગઢ(૦૦.૪૯.પ૯ મિનિટ)

રજિસ્ટ્રેશન કરાવનાર ર૪૪ સ્પર્ધકો રહ્યા ગેરહાજર

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પાર્ધામાં કુલ ૧૪૭૧ સ્પાર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ર૪૪ સ્પાર્ધકો ગેરહાજર રહ્યા હતા. સિનિયર-જુનિયર ભાઈઓ મળી કુલ ૧૦૪પ સ્પાર્ધકોમાંથી ૮૯૮ હાજર રહ્યા હતા અને ૧૪૭ સ્પાર્ધકો ગેરહાજર રહ્યા હતા. જયારે સિનિયર-જુનિયર બહેનોમાં ૪ર૬માંથી ૩ર૯ હાજર રહ્યા હતા અને ૯૭ સ્પાર્ધકો ગેરહાજર રહ્યા હતા.

સોફ્ટવેરનાં માધ્યમથી સ્પર્ધાનું પરિણામ કરવામાં આવે છે તૈયાર

સ્પાર્ધામાં ભાગ લેનાર સ્પાર્ધકોનાં ટાઈમીંગની એકયુરેટ ગણતરી માટે રેડીયો ફિકવન્સી આઈડેન્ટિ ફીકેશન સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પાર્ધકનાં ચેસ્ટ નંબરની સાથે એક ચીપ બાંધવામાં આવી હતી. સ્ટાર્ટીંગ લાઈનાથી સ્પાર્ધકો પસાર થતા તેને ટેકનોલોજીનાં માધ્યમાથી રીડ કરવામાં આવે છે. તેમજ સ્પાર્ધકો ફીનીશ લાઈન પર પહોંચતા તેનો સ્પાર્ધા પુર્ણ થયાનો ટાઈમ સીસ્ટમમાં નોંધાઈ જાય છે. સોફટવેરનાં માધ્યમાથી સમગ્ર સ્પાર્ધાનું પરિણામ તૈયાર થઈ જાય છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *