ત્રણ મુખવાળા ચામુંડામાતાના દર્શન માત્રથી જ દુખીયાઓના બધા જ દુઃખો દૂર થાય છે

ત્રણ મુખવાળા ચામુંડામાતાના દર્શન માત્રથી જ દુખીયાઓના બધા જ દુઃખો દૂર થાય છે

આપણા દેશમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરો પાછળ અનેક રહસ્યમય વાતો પણ રહેલી જોવા મળતી હોય છે, આથી દરેક મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દુરદુરથી આવતા હોય છે.-ચામુંડામાતા

અને દરેક દર્શનાર્થીઓની મનોકામના ભગવાન પુરી કરતા હોય છે, તેવું જ આ મંદિર ગુજરાતના વલસાડ શહેરથી માત્ર આઠ કિલોમીટર દૂર નેશનલ હાઇવે નજીકના પારનેરા ડુંગર ઉપર આવેલા કિલ્લામાં આવેલું છે.

આ મંદિર પેશ્વા સમયના આ કિલ્લામાં વિશ્વની એકમાત્ર ત્રિમુખી ચામુંડા માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, આથી ત્રિમુખ વાળા ચામુંડામાતાના દર્શન કરવા માટે દુરદુરથી ભક્તો આ કિલ્લાના એક હજાર જેટલા પગથિયાં ચડીને આવતા હોય છે, અને નવરાત્રી સમય દરમિયાન તો આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ચામુંડામાતાના દર્શને આવતા હોય છે.

ચામુંડામાતાના આ મંદિરમાં હનુમાનદાદા અને શીતળામાંનું પણ મંદિર આવેલું છે. આ મંદિરમાં આસો સુદ આઠમના રોજ મેળો ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે, આ મંદિરમાં એક એવી માન્યતા રહેલી છે કે નવરાત્રીના સમયે મંદિરમાં આવીને જે ભક્તો ગરબા રમે છે તે દરેક ભક્તોની મનોકામના પુરી થતી હોય છે.

આ મંદિરમાં આવતા ભક્તોને આરતીનો પણ લાભ મળતો હોય છે, અને આ મંદિરમાં આવીને જે ભક્તો માનતા રાખતા હોય છે તે બધા જ ભક્તોની માનતા ત્રણ મુખવાળા ચામુંડામાતા પુરી કરતા હોય છે, આથી આ મંદિરમાં દર્શન માત્રથી જ બધા દુખીયાઓના દુઃખો દૂર થતા હોય છે અને તેમનું જીવન ત્રિમુખવાળા ચામુંડામાતા ખુશીઓથી ભરી દેતા હોય છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *