આ ખેલાડીએ પોતે મજૂરી કરીને બનાવી હતી પ્રેક્ટિસ માટે ક્રિકેટ પીચ, હવે આઈપીએલમાં આ રીતે કરી રહ્યો કમાલ

આ ખેલાડીએ પોતે મજૂરી કરીને બનાવી હતી પ્રેક્ટિસ માટે ક્રિકેટ પીચ, હવે આઈપીએલમાં આ રીતે કરી રહ્યો કમાલ

આઈપીએલની 14મી સિઝનના 21મી મેચ પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સના વચ્ચે થઈ હતી. જેમાં પંજાબના એક ખેલાડી ની ફિલ્ડિંએ તમામ લોકોનું દિલ જીતી લીધું. જી હાં, અમે વાત કરી રહ્યાં છે, 20 વર્ષના યુવા બોલર રવિ બિશ્નોઈની, જેણે સુનીલ નરેનનો એવો કેચ પડ્યો જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયાં. એટલું જ નહીં તે પંજાબ માટે સફળ બોલર પણ સાબિત થયો. તેણે 4 ઓવરમાં સૌથી ઓછા 19 રન કેકેઆરને આપ્યાં. આ ખેલાડીના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા આ ખેલાડી કડી મહેનત પછી આજે આ તબક્કા પર પહોચ્યો છે.

મજૂરી કરીને બનાવી ક્રિકેટ પીચ
તે ખેલાડીઓની રમત આપણે અત્યંત વધું પ્રભાવિત કરે છે, જે ઓછું સંસાધન અને સખત સંઘર્ષ કરીને ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવે છે. કઈક આવું જ કારનામુ કરીને દેખાડ્યું છે, પંજાબ કિંગ્સના યુવા બોલર રવિ બિશ્નોઈએ. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં 5 સપ્ટેમ્બર 2000ના રોજ જન્મેલા રવિને બાળપણથી જ ક્રિકેટ લઈને ખૂબ જુસ્સો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ જોઈ તે મોંઘી ક્રિકેટ કોચિંગ ન લઈ શક્યો. પૈસાની તંગીના પગલે તેણે પોતે મજૂરી કરીને પીચ તૈયાર કરીને પ્રેક્ટિસ કરી. તે ખૂદ સીમેન્ટની બોરીઓ ઉઠાવીને એકેડેમી પહોચાડતો હતો અને પથ્થર તોડતા હતો જેથી મજૂરીનો ખર્ચ બચાવી શકે. બચેલા પૈસાથી તેણે એક્સપર્ટ્સને બોલાવીને પીચ તૈયાર કરી હતી.

માતા ગૃહિણી અને પિતા છે શિક્ષક
જોધપુર તહસીલના બિરામી ગામના રહેવાસી રવિના પિતા માંગીલાલ બિશ્નોઈ શિક્ષક છે, તેમજ તેની માતા શિવરીબેન ગૃહિણી છે. તેની બે બહેન અનિતા અને રિંકૂ છે. તેના પિતા ઈચ્છા હતાં કે તેની દીકરો ક્રિકેટનો જુસ્સો છોડીને અભ્યાસમાં ધ્યાન આપે.

IPL2021 : Ravi Bishnoi's unbelievable running catch, know his struggle story dva

ક્રિકેટ માટે છોડી બોર્ડ પરીક્ષા
જ્યારે બિશ્નોઈ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો તો તેને રાજસ્થાન રોયલ્સ ટીમ માટે નેટ પર બોલર કરવાનો મોકો મળ્યો. તે આ તક હાથથી જવા નહતો દેવા ઈચ્છતો. એટલા માટે તેણે બોર્ડની પરીક્ષા પણ ન આપી અને પોતાનું કરિયર ક્રિકેટ બનાવવા માટે આગળ વધતો ગયો.

અંડર-19 ટીમમાં કર્યું શાનદાર પ્રદર્શન
વર્ષ 2019માં બિશ્નોઈને અંડર-19 વર્લ્ડ કપમાં રમવાની તક મળી. જેમાં તેણે જાપાન વિરૂધ 8 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ મેચમાં ભારતની 10 વિકેટથી જીત થઈ હતી. વિશ્નોઈની શાનદાર બોલિંગના પગલે મેચમાં મેન ઓફ ધ મેચ પસંદગી થઈ. તે આ સીરીઝમાં સૌથી વધું વિકેટ લેનારા ખેલાડી બન્યો હતો.

IPL2021 : Ravi Bishnoi's unbelievable running catch, know his struggle story dva

2020માં 2 કરોડમાં વેચાયો આ ખેલાડી
ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવ્યાના 15 દિવસ પછી જ રવિ બિશ્નોઈને ગત વર્ષે પંજાબ કિંગ્સે બે કરોડમાં ખરીદ્યો હતો. આઈપીએલની 13મી સિઝનમાં તેણે 16 મેચોમાં 14 વેકેટ પોતાના નામે કરી હતીં. આ વર્ષ 2 મેચોમાં તે 2 વિકેટ લઈ ચૂક્યો છે.

ફિલ્ડિંગમાં છવાયો હતો આ ખેલાડી
પોતાની લેગ સ્પિનથી પંજાબ કિંગ્સમાં જગ્યા બનાવનાર રવિ બિશ્નોઈએ સોમવારે થયેલા મેચમાં પોતાની ફિલ્ડિંગથી તમામ લોકોને પ્રભાવિત કરી દીધાં. બીજી ઓવરમાં અર્શદીપની અંતિમ વેટિંગ પર સુનીલ નારાયણે છક્કા મારવાની કોશિશ કરી, પરંતુ આ યુવા ખેલાડીએ ભાગતા ડીપ મિડવેકેટ પર તેનો કેચ કરી લીધો અને સુનીલ ખાતુ ખોલ્યાં વગર જ પવેલિયન પરત ફર્યો.

IPL2021 : Ravi Bishnoi's unbelievable running catch, know his struggle story dva

બેસ્ટ કેચ ઓફ ધ મેચ બન્યો રવિ
સોમવારે રમેલી મેચમાં ભલે જ પંજાબ કિંગ્સે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ રવિ બિશ્નોઈને તેના શાનદાર બેસ્ટ કેચ ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. જણાવી દઈએ કે રવિએ લગભગ 25 મીટરના અંતરથી દોડ લગાવીને હવામાં ડાઈવ મારીને સુનીલ નારાયણનો કેચ પકડ્યો હતો.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *