કચ્છી કોયલના નામથી જાણીતા ગીતાબેન રબારીએ સંગીતની દુનિયા મેળવી છે અલગ નામના, જીવે છે વૈભવી જીવન

કચ્છી કોયલના નામથી જાણીતા ગીતાબેન રબારીએ સંગીતની દુનિયા મેળવી છે અલગ નામના, જીવે છે વૈભવી જીવન

ગુજરાતી ફિલ્મો સાથે સાથે હવે ગુજરાતી ગીત પણ ધૂમ મચાવવા લાગ્યાં છે. ગુજરાતી કલાકારના દમથી આખી દુનિયામાં ગુજરાતી ગીત છવાય ગયાં છે. ત્યારે કચ્છી કોયલના નામથી જાણીતી ગીતા રબારીનું ગીત રોણા શેરમાએ યૂ ટ્યૂબ પર ખૂબ ધૂમ મચાવી હતી. સાથે લોકગાીયક ગીતા રબારીના અન્ય ઘણાં ગીતે ખૂબ ધૂમચાવી. તો આવો હવે જાણીએ કે આખરે કોણ છે ગીતાબેન રબારી…

વર્ષના અંતિમ દિવસે એટલે 31 ડિસેમ્બરના રોજ 1996માં કચ્છના તપ્પર ગામમાં ગીતા રબારીનો જન્મ થયો હતો. ગુજરાતી લોકગાયીકા ગીતા રબારીએ પાંચ ધોરણથી જ ગીત ગાવાનું શરૂ કર્યુ હતું. તેણે સંગીતનું શિક્ષણ નથી મેળવ્યું. 20 વર્ષની ઉંમરમાં તેને આખુ ગુજરાત ઓળખવા લાગ્યું. તેમ છતાં તેણે પોતાનું વ્હાલુ ગામ ન છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે જ રહે છે. તેના માતા-પિતાનું એકમાત્ર સંતાના ગીતા રબારી ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ પ્રોગ્રામ કરે છે. તેણે બે ગીત ગાય છે રોણ શેરમાં અને એકલો રબારી, આ બંને ગીતા આખા ગુજરાતમાં ખૂબ પ્રસિદ્ધ થયું છે. આ ઉપરાંત તેણે ગરબાના ઘણાં આલબમ પણ કર્યાં છે.

 

કેવી રીતે થઈ શરૂઆત
પોતાના સંગતી કરિયરની વાત કરતા ગીતા રબારીએ કહ્યું કે હું જ્યારે સ્કુલમાં હતી, ત્યારથી ગાઈ રહી છું. મારો અવાજ સારો હોવાના કારણે આડોસપાડોસના ગામ લોકો મને ગાવા માટે બોલાવતા. શરૂઆતમાં થોડી આર્થિક મદદ મળી જતી હતીં ધીમે ધીમે મારી ઓળખાણ વધતી ગઈ, ગત સમયમાં ગુજરાતના જાણીતા કલાકારો સાથે પણ લાઈવ પ્રોગ્રોમ આપી ચૂકી છું.

 

માતા-પિતાએ મને ક્યારેય અસક્ષમ ન સમજી
ગીતાબેન રબારીનું કહેવું છે કે મારી પ્રસિદ્ધિથી સૌથી વધું ખુશ મારી માતા છે. મારા બે ભાઈ પણ હતાં, જેનું અકાળે મોત થઈ ગયું. મારી મહેનત રંગ લાવી, આજે કચ્છ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં મારૂ નામ છે. મે માત્ર દસ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગાવા પર આપી રહી છું. કચ્છી કોયલના નામથી ફેમસ થયેલા આખી દુનિયામાં જાણીતુ નામ બની ગયું છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *