અમિતાભ બચ્ચન સરના બોડીગાર્ડ હતાં પિતા, દિકરીએ KBCની સ્પર્ધક બનીને સપનું કર્યું પૂર્ણ

અમિતાભ બચ્ચન સરના બોડીગાર્ડ હતાં પિતા, દિકરીએ KBCની સ્પર્ધક બનીને સપનું કર્યું પૂર્ણ

કેબીસીના શોમાં જવાનું દરેક લોકો સપનું હોય છે પરંતુ તેમાં અમુક પોતાનું સપનું પૂર્ણ કરી શકે છે. ત્યારે ‘કૌન બનેગા કરોડપતિ 13’ નો તાજેતરનો એપિસોડમાં જોવા મળેલી સ્પર્ધક રશ્મિ કદમ ચર્ચામાં છવાયેલી છે. ખરેખર એક સમયે તેના પિતા અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ હતા. તેમની ઈચ્છા હતી કે હંમેશા બિગ બી સાથે તેમનો ફોટો હોય, જે તેમની ઈચ્છા પુત્રીના કારણે પૂર્ણ થયું છે. મળતી માહિતી મુજબ, આશરે 30 વર્ષ પહેલા 1992 માં રશ્મિના પિતા રાજેન્દ્ર બિગ બીના બોડીગાર્ડ હતા. તે સમયે તેની પાસે કેમેરાવાળો ફોન નહોતો, તેથી તે અમિતાભ સાથે ફોટો નહતા પાડી શકતા. #અમિતાભ

કેબીસીના મંચ પર રશ્મિના પિતાએ અમિતાભ બચ્ચનને કહ્યું, ‘સર, હું 1992 માં તમારો બોડીગાર્ડ રહ્યો છું. હું હંમેશા તમારી સાથે ફોટો ક્લિક કરાવવા માંગતો હતો, પરંતુ તે સમયે ફોનમાં કેમેરા નહોતા. પરંતુ આજે હું મારી પુત્રીના કારણે અહીં છું અને હું ખુશ છું. રશ્મિના પિતાની કાહાની સાંભળીને અમિતાભ બચ્ચન આશ્ચર્ય પામ્યા અને કહ્યું, ‘દુનિયા કેટલી નાની છે. તમારી સાથે ફોટા પાડીને મને આનંદ થશે ‘

KBC Contestant

કોણ છે રશ્મિ કદમ?
રશ્મિ પુણેની રહેવાસી છે. ‘કૌન બનેગા કરોડપતિ 13’ ના સ્પર્ધક પહેલા રશ્મિ રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. હાલમાં તે પુણેમાં સાયકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી રહી છે. KBCમાં 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા બાદ રશ્મિ પરત આવી. રશ્મિ કદમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *