પશુપાલકની ડબલ આવક, નોકરીની ટક્કર મારે એટલી કરે છે કમાણી, તમે પણ કરી શકો છો વ્યવસાય

પશુપાલકની ડબલ આવક, નોકરીની ટક્કર મારે એટલી કરે છે કમાણી, તમે પણ કરી શકો છો વ્યવસાય

અમરેલી અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં યુવકો હવે પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલનનો વ્યવસાય અને ખેતીના વ્યવસાય કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના લીલીયાના બવાડી ગામના હરેશભાઈ રાણીયાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ખેતી અને પશુપાલન એક બીજાનાં પુરક છે. જેના કારણે ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં અને સારી આવક ઉભી કરી રહ્યાં છે.

હરેશભાઈ લાખાભાઈ રાણિયાએ જણાવ્યું કે, પોતે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને ભેંસ અને ગાયનાં માધ્યમથી પશુપાલન કરે છે. મારી પાસે 30 ભેંસ અને 4 ગાય છે. 10 ભેંસ દૂધ આપે છે અને ડેરીમાં દૂધ ભરવામાં આવે છે. હાલ 70 રૂપિયા લિટર નો ભાવ મળી રહે છે અને રોગ 70 લિટર દૂધ ભરવામાં આવે છે.

એક દિવસનો 4900 નું દૂધ ઉત્પાદન મળી રહે છે અને જે મહિને 1,50,000 રૂપિયાન સુધીનું આવક થાય છે. જેમાંથી 60 ટકા જેટલો ખર્ચ થતો હોય છે અને 40% નફો મળતો હોય છે. અંદાજે 80 થી 90 હજાર રૂપિયા સુધીનો ગાયોના ઘાસચારો અને ખાણદાણ અને બીમાર પશુની દવામાં ખર્ચ થાય છે. જ્યારે 60,000 થી 70 હજાર રૂપિયા નફાકારક દૂધ ઉત્પાદન મળે છે.

પશુપાલક ખાતરનું વેચાણ કરે છે. એક વર્ષે 70 થી 80 હજાર રૂપિયાનું ખાતરનું વેચે છે. આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો ખાતર લઈ જાય છે અને ખાતરમાંથી પણ આવક થાય છે. 50 હજાર રૂપિયાથી બે લાખ સુધીની કિંમતની ભેંસ રાખી દૂધ ઉત્પાદન મેળવે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *