માત્ર 10 રૂપિયાનો આ પાવડર કૂલરમાં નાખશો તો AC જેવી ઠંડી હવા ફેંકશે, એકવાર અપનાવી જુઓ

માત્ર 10 રૂપિયાનો આ પાવડર કૂલરમાં નાખશો તો AC જેવી ઠંડી હવા ફેંકશે, એકવાર અપનાવી જુઓ

ગરમીથી અનેક લોકો કંટાળી જતા હોય છે. આ ગરમીમાં કોઇ એસી અને કૂલર ચાલુ કરે તો મજ્જા પડી જાય છે. પરંતુ ક્યારેક-ક્યારેક કૂલરની ગરમ હવા આપણને કંટાળો લેવડાવી દે છે. ગરમીમાં કૂલર પણ જોઇએ એ પ્રમાણમાં ઠંડક કરતુ નથી. આ માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. પરંતુ આજે અમે તમારી માટે કેટલાક એવા નુસખાઓ લઇને આવ્યા છીએ જેના કારણે તમારું કૂલર એકદમ ઠંડી હવા ફેંકશે અને તમને ગરમીથી છૂટકારો મળી જશે.

કૂલરમાંથી ઠંડી હવા મેળવવા માટે પાણીને સાથે બે વસ્તુ મિક્સ કરવાની રહેશે. આ બન્ને વસ્તુ તમને સરળતાથી રસોડામાં મળી જાય છે. જે છે મીઠું અને બરફ. તમે બરફને મીઠામાં મિક્સ કરો છો તો તાપમાન માઇનસ થઇને 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે.

અનેક એક્સપર્ટનું માનવું છે કે બરફની સાથે મીઠું મિક્સ કરવાથી તાપમાન નીચુ આવે છે. આ માટે કુલ્ફી વાળા લોકો પણ બોક્સમાં મીઠું અને બરફ નાખતા હોય છે. આ ટ્રિક અજમાવતા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે બરફના ટુકડાઓની સાથે માત્ર ચપટી મીઠું મિક્સ કરવાનું રહેશે. આ માટે તમે કોઇ પણ વાસણમાં બરફ અને મીઠું મિક્સ કરીને કૂલરની ટાંકીમાં મુકી દો.

સામાન્ય રીતે જ્યારે કૂલરની હવા ઠંડી કરવા માટે બરફ મિક્સ કરીએ છે તો કુલિંગ રહે છે. પરંતુ બરફની સાથે તમે મીઠું મિક્સ કરીને નાખો છો તો લાંબા સમય સુધી ઠંડી હવા મળે છે. કારણકે બરફમાં મીઠું મિક્સ કરવાથી આઇસનું બોયલિંગ પોઇન્ટ વધી જાય છે જેના કારણે બરફ જલદી પીગળશે નહીં અને વધારે લાંબા સમય સુધી રહેશે.

આ બન્ને વસ્તુ એવી છે જે તમને સરળતાથી ઘરમાં મળી રહે છે. આ માટે તમારે ખર્ચો કરવાની જરૂર નથી. કારણકે આજના આ સમયમાં બહુ ઓછા લોકો હોય છે જેમના ઘરે ફ્રિજ હોતુ નથી. આમ, તમારા ઘરે ફ્રિજ નથી તો તમે બહારથી બરફ લાવી શકો છો. આ તમારા કામને સરળ બનાવીને રૂમને મસ્ત ઠંડો કરી દે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ 7 ગુજરાતની કોઈ જવાબદારી નહીં રહે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *