Anant Ambani Wedding: અનંત અબાની-રાધિકા મર્ચન્ટ કઈ વિધિથી લગ્ન કરશે? વિગતો આવી સામે
અનંત અંબાણીની બીજી પ્રી-વેડિંગ ફંક્શન ચાલુ છે. ક્રૂઝ પર થઈ રહેલી આ ઈવેન્ટ 29મી મેથી શરૂ થઈ હતી અને 1લી જૂન સુધી ચાલ્યું. આ દરમિયાન અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ બહાર આવ્યું છે અનંત-રાધિકાના લગ્નના કાર્ડ મુજબ, તેઓ 12 જુલાઈ, 2024ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ કપલ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિ ત્રણ દિવસ સુધી ચાલશે. 12 જુલાઈના રોજ આ કપલ વૈદિક હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. આ માટે મહેમાનોએ ભારતીય પરંપરાગત ડ્રેસ કોડનું પાલન કરવું પડશે.
અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ ઈટાલી પહોંચી ગયા છે. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, કરણ જોહર, અનન્યા પાંડે, બોની કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન અને દિશા પટાની જેવા સ્ટાર્સ સામેલ થયા હતાં.
13મી જુલાઈએ રાધિકા-અનંતના શુભ આશીર્વાદની વિધિ છે જેમાં દરેકે ઔપચારિક પોશાક પહેરવાનો રહેશે. 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ એટલે કે દંપતીના લગ્નનું રિસેપ્શન હશે જેમાં મહેમાનોએ ભારતીય ચીક ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે.
હાલમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે, જે ઇટાલીમાં લક્ઝુરિયસ ક્રૂઝ પર આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ ફંક્શન ફ્રાન્સમાં 1 જૂને સમાપ્ત થયું.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગની કેટલીક ઝલક પણ સામે આવવા લાગી છે. તેમાં લક્ઝુરિયસ ક્રૂઝની ક્લિપ પણ સામેલ છે જેના પર કપલના બીજા પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સ્ટેરી નાઈટ 29 મેના રોજ હોસ્ટ કરવામાં આવી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આ વીડિયોમાં પ્રખ્યાત અમેરિકન બેન્ડ ‘બેકસ્ટ્રીટ બોયઝ’ ક્રુઝ પાર્ટીમાં પરફોર્મ કરતા જોવા મળે છે.
રાધિકા-અનંતનું પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન 1 થી 3 માર્ચની વચ્ચે ગુજરાતના જામનગરમાં થયું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડની હસ્તીઓએ ભાગ લીધો હતો.