કેન્સર સામે જંગ જીતી મહિલા, જાણો આ જીવલેણ બીમારીથી લડનાર નારીની ભાવુક કહાની

કેન્સર સામે જંગ જીતી મહિલા, જાણો આ જીવલેણ બીમારીથી લડનાર નારીની ભાવુક કહાની

કેન્સર એક એવી જીવલેણ બીમારી છે કે તેની ઝપેટમાં આવનારા વ્યક્તિની જો સમયસર સારવાર ન થાય તો અંતે મૃત્યુ જ થાય છે. ત્યારે દેશમાં પણ આ ગંભીર બીમારીના કેસ વધી રહ્યા છે. એકથી બીજી વ્યક્તિ નાની હોય કે મોટી આની ઝપેટમાં આવી રહી છે આ બહુ દુખની વાત છે, આ જીવલેણ બીમારી આપણી ખરાબ જીવનશૈલી અને ખાનપાન લીધે જ થતી હોય છે.

કેન્સરની બીમારી થવાથી સમગ્ર જીવન બરબાદ થઈ ગયું હોય તેમ અનુભવ થાય પરંતુ એક એવા મહિલા છે જેણે આ જીવલેણ બીમારીને હરાવી છે. અને આજે અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનીને આવ્યા છે. કેન્સર એક ખતરનાક રોગ છે તો પછી તેની ઉજવણી કેવી રીતે કરી શકાય? કેમ ન કરી શકે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે મુંબઈની વિભા રાની. વિભા એ મજબૂત નામ છે, જે સ્તન કેન્સર જેવા ખતરનાક રોગને પણ હરાવી શકી. વિભાએ પોતાની નબળાઈને પોતાની તાકાત બનાવી છે અને હવે તે એ જ તાકાત બીજાના જીવનમાં ભરવાનો પ્રયાસ કરી રહી છે.

વિભાજી જણાવે છે કે હું હિન્દી અને મૈથિલી સાહિત્યની દુનિયામાં જાણીતું નામ છું, વીસથી વધુ પુસ્તકો લખનાર હું થિયેટરમાં પણ ખાસ ઓળખ ધરાવું છું. પંદરથી વધુ નાટકો, બે ફિલ્મો, એક ટીવી સિરિયલ અને વીસથી વધુ પુસ્તકો લખતી હોવા છતાં જ્યારે મને ખબર પડી કે કેન્સર છે, ત્યારે તેની દુનિયા થોડા સમય માટે ત્યાં જ થંભી ગઈ, પણ પછી મને મેઘધનુષથી ભરેલું નવું આકાશ મળ્યું. તે થંભી ગયેલી દુનિયામાં રંગીન બનાવ્યું

વિભા રાની આગળ જણાવે છે કે લોકોમાં કેન્સર વિશે જાગૃતિ લાવવા અને હકારાત્મક અભિગમ કેળવવાનો પ્રયાસ કરી રહી છું. વિભાએ પોતાના રોગને ક્રોધાવેશ બનાવી દીધો છે એમ કહેવું ખોટું નહીં હોય. જોકે મારી તમામ કવિતાઓ મહત્વની છે, પરંતુ મનને સૌથી વધુ સ્પર્શે છે આ મારી કવિતાઓ છે જે મે કેન્સર સાથેના સંઘર્ષ દરમિયાન લખી હતી.

વિભાએ કેન્સર પરની તેમની તમામ કવિતાઓ એવા લોકોને સમર્પિત કરી છે જેમણે કેન્સરને કેન્સર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેણી જણાવે છે કે અત્યાર સુધીમાં મને કથા સન્માન, મોહન રાકેશ સન્માન, ઘનશ્યામ દાસ સર્રફ સાહિત્ય સન્માન, ડૉ. મહેશ્વરી સિંહ મહેશ શ્રેષ્ઠ સાહિત્ય સન્માન અને સાહિત્યસેવી સન્માનથી નવાજવામાં આવ્યા છે. તેમના બે નાટકો ‘આઓ તનિક પ્રેમ કરીં’ અને ‘અગલે જનમ મોહે બિટિયા ના કીજો’ને મોહન રાકેશ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેણીએ તેના નાટકો ભારતની બહાર ફિનલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ કર્યા છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *