ગરીબ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશે ગુજરાતના આ દીકરી, 1 કરોડ રૂપિયાની ફી ભરશે

ગરીબ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશે ગુજરાતના આ દીકરી, 1 કરોડ રૂપિયાની ફી ભરશે

સંસ્કારી નગરીમાં રહેતી સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત ગરીબ પરીવારની દીકરીઓના ઉજ્વળ ભવિષ્ય માટે અનોખું કાર્ય કરી રહી છે. તેઓ બેટી બચાવ, બેટી પઢાવના સૂત્રને સાર્થક કરવા છેલ્લા 14 વર્ષથી જરૂરિયાતમંદ દીકરીઓની સ્કૂલ ફી ભરે છે. સાથે સાથે તેમના પરીવારને પણ મદદ પૂરી પાડે છે. આ વર્ષે તેઓ ગરીબ પરીવારની દીકરીઓની 1 કરોડ રૂપિયા સ્કૂલની ફી ભરશે. ઉલ્લેખનીય છે કે, નિશિતા રાજપૂતે છેલ્લા 14 વર્ષમાં 47 હજાર દીકરીઓની સ્કૂલ ફી ભરી તેમની મદદ કરી છે.

સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા આ વર્ષે જરૂરિયાત મંદ, મધ્યમ વર્ગ તથા ગરીબ પરિવારની દીકરીઓની રૂ।. 1 કરોડ સ્કૂલ ફી ભરવાનો લક્ષ્ય રાખ્યો છે. આજ રોજ 51 દીકરીઓને તેમની મનપસંદ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

News18

નિશિતા રાજપૂતે જણાવ્યું કે, અમારી પારદર્શક કાર્ય પદ્ધતિ જોઇને દાતાઓ તરફથી ખૂબ સપોર્ટ મળે છે. હું દાતાઓ પાસેથી મળેલ ચેક સીધા શાળામાં વિદ્યાર્થીનીઓની ફી પેટે જમા કરાવું છું. જેની દરેક માહિતી દાતાઓને પહોંચાડવામાં આવે છે. તેઓ કઇ દીકરીને ભણાવે છે તેની માહિતી પણ આપવામાં આવે છે.

કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓની પણ ફી આપવામાં આવે છે. જરૂરિયાતમંદ દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે , નાણાકીય તકલીફને કારણે અધવચ્ચેથી દીકરીઓનું ભણતર ન બગડે તે હેતુથી સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

 

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *