તળાવમાંથી જળકુંભીને દૂર ન હતા કરી શકતા લોકો તો આસામની 6 છોકરીઓએ તેનાથી બનાવી યોગ સાદડી

તળાવમાંથી જળકુંભીને દૂર ન હતા કરી શકતા લોકો તો આસામની 6 છોકરીઓએ તેનાથી બનાવી યોગ સાદડી

જળકુંભી ભારતના તળાવોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જળકુંભી અમેઝન વરસાદી જંગલમાં જોવા મળી હતી અને તેને પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલની પત્ની લેડી હેસ્ટિંગ્સ ( Lady Hastings) દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી. હવે તેને બંગાળનો આતંક કહેવામાં આવે છે. જળકુંભી પાણીમાં હાજર ઓક્સિજન લે છે અને માછલીઓ અને અન્ય જળ જીવો તે પાણીમાં ટકી શકતા નથી. કરોડો રૂપિયા ખર્ચવા છતાં આજ દિવસ સુધી જળકુંભી માટે કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી.

આસામની 6 છોકરીઓએ જલકુંભીનો ઉપાય શોધી કાઢ્યો
આસામના દીપોર બીલ તળાવમાં પણ જળકુંભી વધી રહી હતી. આ તળાવમાં ઘણા પ્રકારના પ્રવાસી પક્ષીઓ પણ આવે છે. આસામની 6 છોકરીઓ મિતાલી દાસ રોમી દાસ, ભનીતા દાસ, સીતા દાસ અને મામોની દાસએ જળકુંભીની સમસ્યાને કાયમ માટે દૂર કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. આ છોકરીઓએ જળકુંભીમાંથી બાયોડિગ્રેડેબલ યોગ સાદડી બનાવી છે. આ મહાન પ્રોજેક્ટનું નામ આપવામાં આવ્યું છે, “સીમાંગ”.

6 Assam girls make sustainable yoga mat

યોગ સાદડી એક વર્ષની મહેનત પછી બની
ધ હિન્દુમાં એક લેખ અનુસાર, લગભગ એક વર્ષની મહેનત પછી આ યોગ સાદડી તૈયાર થઈ. આ સાદડીનું નામ દિપોર પર તળાવ પર આવનારૂ એક પ્રવાસી પક્ષી પર્પલ મૂરહેન નામથી કામ સોરાઈ રાખવામાં આવ્યું છે.

સાદડીઓ બનાવવાની, રંગવાની, ગૂંથવાની પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ છે, આ યોગ સાદડી સ્લિપ-પ્રૂફ છે
મિતાલી દાસે કહ્યું કે”કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને તળાવમાંથી કંઇક બનાવવું નવું નથી. અમે એવું કંઈક કરવા માંગતા હતા જેની અસર લોકો પર પડે. અમે ગૂંથવાનું જાણતા હતા અને અમારી પાસે કાચો માલ હતો. ઋતુરાજ અને નિર્મલાએ અમને મદદ કરી.”,

ઋતુરાજ દીવાન અને નિર્મલી બરુઆની મદદથી આ છોકરીઓએ ટકાઉ યોગા સાદડીઓ બનાવી. ઋતુરાજ દીવાન નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ અને સિમાગ કલેક્ટિવ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક છે. ઋતુરાજે જણાવ્યું કે સાદડી બનાવવામાં 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે અને 38 મહિલાઓ હવે આ કામમાં જોડાઈ છે.

6 Assam girls make sustainable yoga mat

જળકુંભીમાંથી યોગ સાદડી કેવી રીતે બને છે?
ધ બેટર ઇન્ડિયાના લેખ અનુસાર, રૂમી દાસે જણાવ્યું કે જળકુંભીને પહેલા પાણીમાંથી કાઢીને તડકામાં સૂકવવામાં આવે છે. રૂમી દાસે કહ્યું કે, “12 કિલો જળકુંભી સૂકાયને 2-3 કિલો સુધી થઈ જાય છે. સૂકાયા પછી, તેમની દાંડી રૂના દોરા ગૂંથીને સાદડીઓ બનાવવામાં આવે છે.” એક યોગ સાદડીની કિંમત 1200 થી 1500 રૂપિયા સુધીની હોય છે. આ સાદડી વિશ્વ યોગ દિવસ, 2021ના ​​રોજ શરૂ કરવામાં આવી હતી.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *