આ યંત્રોથી પૂજા કરશો તો બનવા લાગશે અટકેલા તમામ કામ, ઘરમાં નહી રહે ધનની કમી

આ યંત્રોથી પૂજા કરશો તો બનવા લાગશે અટકેલા તમામ કામ, ઘરમાં નહી રહે ધનની કમી

સૌ કોઈ લોકો ઈચ્છે કે તેની પાસે ખૂબ પૈસા હોય. આ માટે માણસ દિવસ-રાત ખૂબ મહેનત કરે છે. તે પોતાથી બનતા તમામ પ્રયત્નો કરે છે. પરંતુ સફળતા અમુક લોકોના જ નસીબમાં હોય છે. ઘણાં લોકો એવા પણ હોય છે, જે સખત સંઘર્ષ કર્યા બાદ કઈક નથી મેળવી શકતાં. પછી તે લોકો કોઈ બાબા અને ઢોંગીને ચક્કરમાં આવીને પોતાનું જીવન ખરાબ કરી નાંખે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં દરેક પરેશાનીઓનું સમાધાન જણાવવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણન કરવામાં આવે છે કે મંત્ર દેવતાનું મન અને યંત્ર શરીર હોય છે. યંત્ર સિદ્ધ થવા પર ઈશ્વરનો વાસ થાય છે. આથી મનુષ્યને તમામ કામોમાં સિદ્ધ કરવાની શક્તિ હોય છે. આવો જાણીએ કે આ યંત્રો વિશે જેમનાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે.

ઘણાં પ્રકારના હોય છે યંત્ર
જ્યોતિષ શાસ્ત્રમાં યંત્ર ઘણી પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે ભૂપૃષ્ઠ, મેરૂપૃષ્ઠ, પાતાલ, મેરૂપ્રસ્તર, કર્મપૃષ્ઠ વગેરે મુખ્ય છે. યંત્રોમાં રેખા, બીજ, અંક, મંત્રો આદિનો પ્રયોગ થાય છે. અષ્ટગંધ, પંચગંધના શાહીમાં બનીને અથવા કેસર, હળદર, સિંદૂર વગેરેનો ઉપયોગ કરીને યંત્ર લેખન કરવામાં આવે છે. ભોજનપત્ર, તાંબુ, ચાંદી, સોનું વગેરે પત્ર પર આ નિર્મિત હોય છે. દાડમ, ચમેલી, લીમડાનું વૃક્ષ, આંબો, પક્ષીઓની પાંખ વગેરેથી લખવામાં આવે છે. શુભ મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠિત યંત્ર મનોકામના પૂર્તિમાં મદદગાર થવા સાથે તમારૂ જીવન બદલવામાં સમર્થ હોય છે. કેટલાક ઉપયોગી યંત્ર નિમ્ન છે.

શ્રી યંત્ર
શ્રી યંત્રને યંત્રોમાં સર્વશ્રેષ્ઠ યંત્ર રાજ કહેવામાં આવે છે. આ યંત્રની અધિષ્ઠાતી દેવી માતા ત્રિપુર સુંદરી છે. રવિપુષ્ય, ગુરૂપુષ્ય નક્ષત્ર અથવા અન્ય શુભ મુહૂર્તમાં રજત, તામ્ર, સ્વુર્ણ અથવા ભોજનપત્ર પર આ યંત્રનું નિર્માણ કરો. પછી યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરીને માતા ત્રિપુર સુંદરીનું ધ્યાન તેમજ કમળ ફૂલ અથવા રૂદ્રાક્ષની માળાથી નિમ્ન મંત્રનો જાપ કરો. આ યંત્રની પૂજા- અર્ચનાથી દુખ, દરિદ્રતા દૂર થઈને ઘરમાં શીઘ્ર માતા લક્ષ્મીનો વાસ થાય છે.

શ્રી સર્વસિદ્ધિ યંત્ર
આ યંત્રને લઈને એવું કહેવામાં આવે છે કે તેમનાથી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. જો અભ્યાસમાં એકાગ્રતા ન બનતી હોય, ગ્રહ ઉત્પન્ન દોષોના કારણ શિક્ષણ વ્યવધાન આવતું હોય, તો આ યંત્રનો રવિપુષ્ય, ગુરૂપુષ્ય નક્ષત્ર, વસંત પંચમી અથવા અન્ય શુભ મુહૂર્તમાં દાડમની કલમથી ભોજનપત્ર અથવા તામ્રપત્ર પર નિર્માણ કરો. યંત્ર નિર્માણ પછી દરરોજ નિમ્ન મંત્રનો સરસ્વતી માતાના નિમ્ન મંત્રનો જાપ કરો.

વ્યાપાર વૃદ્ધિ યંત્ર
તમારા વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે કૃષ્ણ પક્ષની ચતુર્દશી, રવિ અથવા ગુરૂપુષ્ય નક્ષત્રમાં આ યંત્ર ભોજનપત્ર, તાંબુ, ચાંદી અથવા સોનાનું પત્ર પર શુભ મુહૂર્તમાં બનાવીને તેમની પૂજા-અર્ચના કરો. શ્વેત આસન, શ્વેત પુષ્પ, શ્વેત વસ્ત્રનો પ્રયોગ કરી ઓમ હ્રીં શ્રીં નમ: મંત્રનો એક માળાનો જાપ 21 અથવા 51 દિવસ સુઘી કરવા પર યંત્ર સિદ્ધ થાય છે.

અસાઘ્ય રોગ નિવારક યંત્ર
જો કોઈના ઘરમાં વારંવાર કોઈ બીમાર પડે છે તો રવિ અથવા ગુરૂપુષ્ટ નક્ષત્ર અથવા કોઈપણ શુભ મુહૂર્તમાં આ યંત્રનો ભોજનપત્ર પર કેસરથી દામડની કલમથી લખીને ગૂગળનો ધૂપ આપીને ગળામાં બાંધવાથી અસાધ્ય રોગ નષ્ટ થાય છે. આથી ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *