મિસાલ છે IAS પતિ-પત્ની : ગર્ભવતી પત્ની માટે પતિએ છોડ્યું ડીએમનું પદ, પછી બાળકને કરાવ્યો આંગણવાડીમાં દાખલ

મિસાલ છે IAS પતિ-પત્ની : ગર્ભવતી પત્ની માટે પતિએ છોડ્યું ડીએમનું પદ, પછી બાળકને કરાવ્યો આંગણવાડીમાં દાખલ

અનેક યુગલો લોકો માટે મિસાઈ બનીને સામે આવે છે. ઘણા લોકો IAS અધિકારીઓના જીવનમાંથી પ્રેરણા લે છે. ખાસ કરીને જેઓ તેમના જેવા બનવા માંગે છે. IAS અધિકારી નીતિન ભદૌરિયાએ આવો જ એક દાખલો બેસાડ્યો છે. નીતિને તેની પત્ની માટે ડીએમનું પદ છોડી દીધું. પરંતુ, પાછળથી ભાગ્યએ એવો વળાંક લીધો કે બંને પતિ -પત્ની ડીએમ બન્યા હતાં.

પત્નીની ગર્ભાવસ્થા માટે પદ છોડ્યું

વર્ષ 2016માં જ્યારે નીતિન ભદૌરિયાને પિતૌરાગઢના ડીએમ પદનો ચાર્જ મળ્યો, ત્યારે તેમણે તેની પત્ની માટે ડીએમનું પદ છોડી દીધું અને પછી તેને સીડીઓ તરીકે પદ પર તૈનાત કરવામાં આવ્યા. નીતિન ભદૌરિયા કહે છે કે તે સમયે તેની પત્ની ગર્ભવતી હતી અને તે આવા સમયે પત્ની સાથે રહેવા માંગતા હતા. આથી જ તેમણે ડીએમનો ચાર્જ ન લીધો. જે બાદ તેના નસીબે એવો વળાંક લીધો કે પતિ-પત્ની બંને DM બન્યા, તે પછી વર્ષ 2018 માં નસીબ બદલાતા બંનેને DM પદનો હવાલો મળ્યો હતો.

સ્વાતિ ભદૌરિયાને ચમોલી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા, જ્યારે નીતિન ભદૌરિયાએ અલ્મોડાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. બંને હંમેશા કામને લઈને એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળતા હતા. બંનેએ તેમના પુત્રને આંગણવાડીમાં પણ મૂક્યા અને સાબિત કર્યું કે તેઓ ખરેખર જાણે છે કે કેવી રીતે દાખલો બેસાડવો.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *