નાના ખેડૂતના જીવનનો સંઘર્ષ જાણીને તમે પણ જગતના તાતની વ્યથાને જરૂર શેર કરશો

નાના ખેડૂતના જીવનનો સંઘર્ષ જાણીને તમે પણ જગતના તાતની વ્યથાને જરૂર શેર કરશો

ઓછી જમીન ધરાવતા ખેડૂતનું જીવન કેવું હોય, આ લેખમાં જાણો જગતના તાતનું સંઘર્ષમય જીવન

BY Hina vaja

ભારત કૃષિ પ્રધાન દેશ છે. અહીં વસતા મોટાભાગના ભારતીયો ખેતી કરીને જીવન જીવતો ખેડૂત અનેક પડકારોના સામનો કરતો હોય છે. કારણ કે ઓછી જમીન ધરાવતો ખેડૂત ખેતી પર જ નિર્ભર રહે છે તો ખેતીમાં આવતો ખર્ચ વધી જતો હોય છે. જેમાં તેને બિયારણ, ખાતર, જંતુનાશક દવા, ખેતી માટેના સાધનો વરેગેનો ખર્ચ વધારે આવતો હોય છે.

જ્યારે આ ખેડૂત આખો ખર્ચ કાઢતા હિસાબ કરે તો તેને મળવું જોઈએ એટલું ફળ ન મળતાં નાનો ખેડૂત નિરાશામાં ડૂબીમાં જતો હોય છે.

નાના ખેડૂત ખેતી કરીને પરીવારનું ભરણ-પોષણ કરે, તેમાં બાળકોને ભણાવવા, આવી બધી જ જવાબદારી નિભાવતાં તેના આંખમાં આંસુ આવી જતાં હોય છે. નાનો ખેડૂતે તકલીફ ભર્યું જીવન જીવવું પડતું હોય છે. કારણ કે પોતાના ખેતરના કામમાંથી બહાર ન નીકળી શકવાને કારણે માત્રને માત્ર ખેતી પર જ નિર્ભર રહી જાય છે.

જગતના તાતનું સૌથી અઘરૂં કામ હોય છે, તે મહેનત તો કરે છે જ્યારે પાક લેવા જાય છે. કાં તો કુદરત ઠોકર મારે છે કાં તો પછી જંગલી પ્રાણી ઊભો પાક નિષ્ફળ કરી નાખ છે.

બે ટાણાની રોટલી કમાવવા માટે નાનો ખેડૂત રાત-દિવસ મહેનત કરે છે પરંતુ પાક હાથમાં આવે તો ભગવાનનો આભાર માને, બાકી ભાગ્યનો દોષ ગણીને પીડા કોઈને બતાવ્યાં વગર જ પાછો રાત-દિવસ મહેનત કરવાં લાગી જાય છે.

હવે પાછો આધુનિક જમાનો આવ્યો છે તો આ આધુનિક જમાનાને નાનો ખેડૂત ના જ માણી શકે, કારણ કે મોંઘી મોંઘી વસ્તુ નાના ખેડૂત માટે ખરીદવી સરળ વાત નથી.

હાં આધુનિક જમાનામાં થોડું પરિવર્તન આવ્યું છે. કારણ કે કેનાલ ખોદવામાં આવતા ખારા પાણીમાંથી મીઠા પાણી થઈ ગયાં છે. તેનાથી નાના ખેડૂત સમયસર પાકને પાણી આપી શકે છે. જો પાકને સમયસર પાણી આપવામા ન આવે તો જે ખેડૂતે મહેનત કરી હોય તેના પર પાણી ફરી વળી જતુ હોય છે.

એક વાત એ છે કે આધુનિક જમાનામાં ખેડૂત ખેતી માટે મહેનત કરવા માટે ભાડા પર સાધનો મેળવી શકે છે. સમયસર ખેડૂતના પાક લણાય જાય તો ખેડૂતની ચિંતા ઓછી થાય છે.

જૂના જમાનામાં એવુ હતું કે જે વાવ્યો હોય તે પાક હાથ વડે કાઢવો પડતો હતો પરંતુ જમાનો બદલાયો છે. જેના કારણે ખેડૂત ઓછા સમયમાં પાકને કાઢીને સાચવી શકે છે.

નિરાશાજનક વાત એ પણ છે કે અમુક વાર કુદરત સામે લાચાર ખેડૂત બે હાથ જોડીને ઊભો રહે છે. કારણ કે જ્યારે કમોસમી વરસાદ, વાવાઝોડું આવે છે તે સમયે ખેડૂતે પાછા પગ કરવા પડે છે.

એમાં પણ નાનો ખેડૂત માત્ર ખેતી પર જ નિર્ભર રહે છે અને તેની આવક બંધ થઈ જાય તો આ લાચાર ખેડૂત પાસે પીડા વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ રહેતાં નથી.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *