ગુજરાતમાં અહીં સમાજને કલંકિત કરતો કિસ્સો, વિકૃત વ્યક્તિએ શ્વાન સાથે કરેલુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય CCTVમાં કેદ

ગુજરાતમાં અહીં સમાજને કલંકિત કરતો કિસ્સો, વિકૃત વ્યક્તિએ શ્વાન સાથે કરેલુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય CCTVમાં કેદ

સુરતમાં અવારનવાર શ્વાન સાથે બદકામ કરવાના કિસ્સા બનતાં રહે છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં એક વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિએ શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સમાજને કલંકિત કરતો આ કિસ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેથી આ વિકૃત વ્યક્તિને પાઠ ભણાવવા ગુનો નોધી આકરી સજા કરાવવાની માગ ઉઠી છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવ્યું છે. મોટા વરાછાના અંબિકા પીનેકલ કોમ્પલેક્ષ નજીકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિકૃત મગજના વ્યક્તિ દ્વારા કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે. શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સુરત શહેરમાં છ મહિનામાં બીજી ઘટના સામે આવી છે. છ મહિના પહેલા અઠવા પોલીસ સ્ટેશન હતી વિસ્તારમાં પણ આ જ પ્રકારની ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. ત્યારબાદ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવતાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે મોટા વરાછાના કિસ્સામાં પણ આ પ્રકારે ગુનો નોધવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

 

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *