જાણો કેટલું ફાયદાકારક છે ગર્ભવતી મહિલાઓ માટે તાંબાના વાસણમાં પાણી પીવુ?

જાણો કેટલું ફાયદાકારક છે ગર્ભવતી મહિલાઓ માટે તાંબાના વાસણમાં પાણી પીવુ?

તાંબાના વાસણમાં પાણી પીવું આરોગ્ય માટે લાભકારી હોય છે. આયુર્વેદમાં પણ તેની પુષ્ટિ થઈ ચૂકી છે. તેનાથી પિત્ત અને કફ જેવી સમસ્યા નથી થતી. વિશેષજ્ઞોની માનીએ તો તાંબાના વાસણમાં રાતભર પાણી રાખીને સવારે પીવાથી શરીરમાં ઝેરી પદાર્થનો પ્રભાવ ઓછો કરી શકાય છે. અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા કરવામાં આવેલી એક શોધમાં જણાવ્યાં પ્રમાણે, તાંબું કેન્સરના પ્રારંભીક અવસ્થામાં ખૂબ મદદરૂપ થાય છે. શું આ પાણી ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયી છે? આજે અમે તમને પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાના ફાયદા અને તેનાથી જોડાયેલી સાવધાનીઓ વિશે જણાવીશું

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા
શિશુનું પોષણ
તાંબાના વાસણમાં પાણી પીવાથી રેડ બ્લડ સેલ્સ વધે છે. આથી ગર્ભવસ્થા દરમિયાન શરીરમાં થનારી લોહીની ઉણપને દૂર કરી શકાય છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પેટમાં ઉછેરી રહેલા શિશુ માટે પણ લાભદાયી હોય છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ
એક્સપર્ટની માનીએ તો તાંબાના વાસણમાં રાખેલું પાણી સંક્રમણ મુક્ત હોય છે. જો ગર્ભવતી મહિલા આ પાણીને પીએ તો તેની રોગપ્રતિકારક ક્ષમતા વધશે અને અન્ય બીમારીઓથી લડવામાં મદદ મળશે.

સોજાથી આરામ
ગર્ભાવસ્થા દમિયાન મહિલાઓને પગમાં સોજા અને ભારૂપણુની ફરિયાદ રહેતી હોય છે. તેમાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું ફાયદાકારક હોય છે. વિશેષજ્ઞો મુજબ, તાંબામાં એન્ટી-ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજાને દૂર કરવામાં અસરકારક હોય છે.

શું કહે છે વિશેષજ્ઞ
વિશેષજ્ઞોનું કહેવું છે કે આયુર્વેદ પણ તેની પુષ્ટિ કરી ચૂક્યું છે કે તાંબાના વાસણમાં ભરીને રાખેલું પાણી સામાન્ય વ્યક્તિના આરોગ્ય માટે લાભકારી છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ આ ઉત્તમ હોય છે, પરંતુ આ કેટલું ફાયદાકારક છે તેના વિશે અત્યારે વધુ શોધ નથી થઈ.

આ વાતો પર પણ આપો ધ્યાન
તાંબાના વાસણ વાપરી રહ્યાં છે તો આ વાતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
તાંબાના વાસણને લીંબુથી દૂર રાખો. તાંબુ લીંબુના સંપર્કમાં આવીને પ્રતિક્રિયા કરે છે જે શરીર માટે સારૂ નથી.
તાંબાના વાસણમાં રાખેલું પાણીને દહીં સાથે ન મિક્સ કરો. આથી ફૂડ પ્વોઈજનિંગ થઈ શકે છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણીને અથાણું, સરકો અને છાશથી દૂર રાખો.
તાંબાના વાસણમાં પાણી પીવાના ઓછામાં ઓછી અડધી કલાક સુધી દૂધ અથવા ચા ન પીઓ.
તાંબાના વાસણાં રાખેલું પાણી પીને થોડી ક્ષણ ચાલો.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *