દ્વારકા,કચ્છમાં 100-120 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા, 140 કિમી સુધીની ઝડપે વિનાશક તાકાત સાથે ‘બિપરજોય’ ત્રાટક્યું, જુઓ ભયાનક તસવીરો અને વીડિયો

દ્વારકા,કચ્છમાં 100-120 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા, 140 કિમી સુધીની ઝડપે વિનાશક તાકાત સાથે ‘બિપરજોય’ ત્રાટક્યું, જુઓ ભયાનક તસવીરો અને વીડિયો

વ્યાપક ભય સાથે જેનો ઈંતજાર હતો તે પ્રચંડ વાવાઝોડુ ‘બિપોરજોય ‘આજે ગઈકાલે પકડેલી દિશા જાળવી રાખી કલાકની ૧૧૫-૧૨૫ કિમી (મહત્તમ ૧૪૦ કિમી) ઝડપે ઘુમરાતું કચ્છ ઉપર ત્રાટક્યું હતું જેના પગલે કચ્છ ઉપરાંત તેની નજીક દરિયામાં આવેલા દ્વારકામાં તારાજીની અતિ તીવ્ર અસર જોવા મળી હતી. પૂર્વાનુમાન મૂજબ વાવાઝોડાનો અગ્રભાગ આજે સાંજે ૫.૩૦ વાગ્યે કચ્છના જખૌ બંદરને સ્પર્શ કર્યો તે સાથે જ દ્વારકા અને કચ્છમાં કલાકના ૧૦૦-૧૨૦ કિ.મી.ની ઝડપે વિનાશક વાવાઝોડુ ફૂંકાવાનું શરુ થવા સાથે અનેક છાપરાં, શૅડ, વૃક્ષ,થાંભલા ધરાશાયી થયા હતા, દરિયાના પાણી કાંઠાળ ગામોમાં ફરી વળ્યા હતા. તો સૌરાષ્ટ્રના મોરબી,જામનગર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ જિલ્લામાં પણ ૫૦-૬૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હતું. વરસાદનું જોર રાત્રિ સુધી ઓછુ રહ્યું છે પરંતુ, પવન અતિ તીવ્ર ઝડપે ફૂંકાયો હતો.

गुजरात में चक्रवात बिपरजॉय ने मचाई तबाही

આજે વાવાઝોડુ બપોરના બદલે રાત્રિના ત્રાટકતા ગુજરાત ઉપર ખતરો ઘટી જવાને બદલે લંબાયો છે. મૌસમ વિભાગે ખરાબ મૌસમ માટે આજે રાજ્ય માટે,ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છસહિત રાજ્ય માટે રેડ મેસેજ જારી કર્યો છે. વાવાઝોડાએ આજે ઉત્તર-પૂર્વની એટલે કે કચ્છ તરફની દિશા જારી રાખી હતી અને આવતીકાલે રાજસ્થાનના જોધપુરની દિશામાં પ્રચંડ તાકાત સાથે જ આગળ વધશે અને રાજસ્થાનમાં તે આવતીકાલે સાંજ સુધીમાં ડીપ્રેસનમાં ફેરવાય તેમ છે.હાલ તેની અનુમાનિત દિશા કચ્છથી જોધપુર તરફ છે. ડીપ્રેસનમાં ફેરવાયા પછી પણ પવનની ઝડપ ૫૫ કિ.મી. સુધીની રહેતી હોય છે ત્યારે તા.૧૬ના સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,મહેસાણા, પાટણ જિલ્લામાં ૫૫ કિ.મી.ઝડપે પવન સાથે છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. શનિવારે કોઈ ચેતવણી નથી અને વાવાઝોડાની સીસ્ટમનો રાજસ્થાનમાં પૂરું થશે.

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયામાં આવીને વાવાઝોડુ બે દિવસથી વિનાશક તાકાત જાળવીને આગળ વધવામાં ધીમુ પડી ગયું છે, મૌસમ વિભાગના વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે વિવિધ પરિબળો એવો નિર્દેશ કરે છે કે વાવાઝોડુ તેના માર્ગ ઉપર આગળ વધતું ધીમે ધીમે નબળુ પડશે. અર્થાત્ ખતરો આવતીકાલે સવારથી સાંજ દરમિયાન જારી રહેવાની સંભાવના છે. આશરે ૮-૧૦ કિ.મી.ની આંખ એટલે કે કેન્દ્ર ધરાવતા આ વાવાઝોડાનો વ્યાસ આશરે ૫૦૦-૬૦૦ કિ.મી.નો છે. તા.૬ જૂને સૌરાષ્ટ્રથી ૧૧૬૦ કિ.મી.ના અંતરે અરબી સમુદ્રમાં સર્જાયા બાદ તેણે ૯ વખત વળાંક લીધો છે,૯ દિવસે સૌરાષ્ટ્રમાં ત્રાટક્યું ત્યારે તેની તીવ્રતા તે સર્જાયું તેના કરતા અઢી ગણી વધારે છે. કચ્છમાં તેણે ત્રાટકવાનું શરુ કર્યું તે પ્રક્રિયા પૂરી થતા છએક કલાકનો સમય લાગ્યો હતો.

સમગ્ર કચ્છનો વિસ્તાર આજે બંધ કરાવાયો છે, દરિયાકિનારેથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે, રાત્રે ૧૦૦ કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે વરસાદ પણ જારી રહ્યો છે.રાત્રિના ૮ વાગ્યે વાવાઝોડુ જખૌથી આશરે ૫૦ કિ.મી.ના અંતરે આવી પહોંચ્યું હતું અને અને રાત્રિના ૧૧ આસપાસ લેન્ડફોલ થવાનું જણાવાયું છે. પણ સાંજથી તેની સમગ્ર જિલ્લામાં અતિ તીવ્ર અસર વર્તાઈ છે તેમ કચ્છ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.

જ્યારે દ્વારકાથી અહેવાલ મૂજબ આ પ્રસિધ્ધ યાત્રાધામ સ્થળમાં વેપાર-ધંધા સજ્જડ બંધ કરી દેવાયા છે, શહેરમાં અનેક સ્થળે મહાકાય વૃક્ષો, થાંભલા ધસી પડયા હતા. મકાનો,કારખાનાના શેડ,છાપરાં ઉડયા હતા. બપોર પછી પવનનું જોર પહેલા ૭૦-૮૦ બાદમાં ૧૦૦ કિ.મી.એ પહોંચ્યું હતું. દ્વારકામાં રૂપેણ બંદર કે જેને અગાઉ ખાલી કરાવાયું છે ત્યાં આજે કાંઠા ઉપરના ઘરોમાં,માછીમારોના દંગાઓમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા. અનેક મકાનો ધરાશાયી થયા છે, મામલતદાર કચેરી બહાર શેડ, ભડકેશ્વર મંદિરના પતરાં ધસી પડયા હતા અને ગોમતીઘાટ પર દરિયાના ધસમસતા પાણીથી નુક્શાનીના અહેવાલ છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *