IND vs NZ 1st odi match LIVE Score: પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત, આ એક માત્ર ખેલાડીએ બતાવી પોતાની સંપૂર્ણ તાકાત
ભારતે પ્રથમ વનડેમાં કિવી ટીમ સામે શાનદાર જીત મેળવી. ભારતીય ઇનિંગ્સની વાત કરીએ તો શુભમન ગિલે બેટથી અજાયબીઓ કરી બતાવી. ગિલે 208 રનની ઇનિંગ રમી હતી. વન-ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર ગિલ પાંચમો ભારતીય બેટ્સમેન છે.
ગિલે 208 રનની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. ગિલ હવે ઈશાનને પાછળ છોડીને ODIમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. ગિલની આ ઇનિંગને કારણે ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 349 રન બનાવ્યા હતા.
આજે એટલે 18 જાન્યુઆરીના રોજ ભારતે ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું છે. 349 રન બનાવવા છતાં ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી. તે છેલ્લી ઓવરમાં શાર્દુલ ઠાકુરે માઈકલ બ્રેસવેલને આઉટ કરીને ટીમને જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી.
A high scoring thriller in Hyderabad!#TeamIndia clinch a 12-run victory and take a 1️⃣-0️⃣ lead in the #INDvNZ ODI series 👏🏻
Scorecard ▶️ https://t.co/DXx5mqRguU @mastercardindia pic.twitter.com/aQdbf25By4
— BCCI (@BCCI) January 18, 2023
બ્રેસવેલે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ આગળનો બોલ વાઈડ ગયો, જે બાદ શાર્દુલે બદલો લીધો અને બ્રેસવેલને LBW આઉટ કરીને ટીમને જીત અપાવી. માઈકલ બ્રેસવેલે 78 બોલમાં 140 રનની ઈનિંગ રમી જેમાં 12 ફોર અને 1 સિક્સર સામેલ હતી. મિચેલ સેન્ટનરે પણ 57 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.