અમદાવાદની બે જુ઼ડવા બહેનોએ ધો. 10માં ઝળહળતી સફળતા મેળવીને ગુજરાત સહિત પરિવારનું નામ રોશન કર્યું, આ હતી તેની સફળતાની ચાવી

અમદાવાદની બે જુ઼ડવા બહેનોએ ધો. 10માં ઝળહળતી સફળતા મેળવીને ગુજરાત સહિત પરિવારનું નામ રોશન કર્યું, આ હતી તેની સફળતાની ચાવી

અમદાવાદની બે ટ્વિન્સ બહેનોએ ધોરણ 10 કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની પરિણામમાં ઝળહળતી સફળતા મેળવી છે. શાની મહેતા અને સ્વેની મહેતા નામની બે સગી બહેનોએ અમદાવાદમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે, આ પરિણામમાં શાની મહેતાએ 99% જ્યારે સ્વની મહેતાએ 99.2% મેળવ્યા છે. મૂળ હિંમતનગરના અને અમદાવાદમાં આવીને વસેલા બંને બહેનોએ માતાપિતાના સહકારથી મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે. બંનેના પરિણામથી પરિવારમાં ડબલ ખુશી આવી છે.

એક જ રૂમમાં બંનેએ પરીક્ષા આપી
અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા મહેતા પરિવારમાં શાની અને સ્વેની નામની જુડવા બહેનો એક સાથે ડબલ ખુશીના સમાચાર લઈને આવી છે. એક જ સરખો દેખાવ ધરાવતી બંને બહેનોએ એક સાથે જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. સૌથી મહત્વપૂર્ણ અને રસપ્રદ બાબતે છે, બંનેના નંબર પણ એક જ કેન્દ્રમાં અને એક જ વર્ગખંડમાં હતા. એટલે કે એક જ રૂમમાં નંબર હોવાથી એક સાથે બેસીને પરીક્ષા આપી હતી. અને આજે જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે પરિણામ પણ જાણે બંને વચ્ચે સ્પર્ધા હોય એ પ્રકારે આવ્યું છે. શાનીએ 99% મેળવ્યા છે, જ્યારે તેની બહેન સ્વેનીએ તેનાથી બે પોઇન્ટ વધારે 99.2 % મેળવ્યાં છે.

અગાઉ 6ઠ્ઠા સુધી હિંમતનગરમાં અભ્યાસ કર્યો
બંને જોડવા બહેનો અમદાવાદની DAV સ્કૂલમાં અભ્યાસ કરે છે. બંને બહેનોએ ધોરણ છ સુધી હિંમતનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં એક સાથે જ અભ્યાસ કર્યો હતો. બાદમાં પરિવાર અમદાવાદ શિફ્ટ થવાથી અમદાવાદમાં અભ્યાસ શરૂ કર્યો હતો. રસપ્રદ બાબત એ છે કે, બંને બહેનો વચ્ચે અભ્યાસને લઈ સ્પર્ધા રહે છે. એટલે કે પહેલા ધોરણથી અત્યાર સુધી બંને એકબીજાથી સારું પરિણામ લાવવાનો પ્રયાસ કરે છે.

રોજ 5-6 કલાક મહેનત કરી
બંને બહેનોએ વાત કરતા જણાવ્યું હતું કે, અભ્યાસમાં સારો દેખાવ માટે સ્પર્ધા હોય પરંતુ હંમેશા બંને એકબીજાને મદદ પણ કરે છે. પરીક્ષા માટે તેઓ પાંચથી છ કલાક સુધી મહેનત કરતા હતા. શાળામાં વધારાની પ્રવૃત્તિ એટલે કે બાસ્કેટબોલની પ્રવૃત્તિમાં પણ અભ્યાસ જેટલો જ રસ લેતા હતા. ઘરે માતાપિતા અને શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પરીક્ષાની તૈયારી કરી આ સફળતા મેળવી છે. ધોરણ 10 પાસ કર્યા બાદ હવે બંને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા છે અને દેશની શ્રેષ્ઠ આઇઆઇટીમાં પ્રવેશ લેવા ઈચ્છે છે.


માતાપિતા દીકરીઓના પરિણામથી ખુશ
માતા નિશા મહેતા અને પિતા સચિન મહેતાનું કહેવું છે કે, બંને દીકરીઓએ આજે શ્રેષ્ઠ પરિણામ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. ક્યારેય પણ અભ્યાસ દરમિયાન બંને દીકરીઓ પર ક્યારે દબાણ લાવવાનો પ્રયાસ નથી કર્યો. બંને પોતાની રીતે જ પરીક્ષાની તૈયારી કરતા હતા. પરિણામ આવ્યા બાદ ખુશીનો પાર નથી, પરિણામ આવ્યા બાદ મિત્રો અને પરિજનોના ફોન આવી રહ્યા છે અને અભિનંદન પણ આપી રહ્યા છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *