ગરીબ 100 બાળકને દત્તક લઈને આ આઈપીએસ અધિકારીએ ઉમદા કાર્ય કરતા સો સો સલામ કરશો, બાળકની ભણાવવાની તમામ જવાબદારી આ અધિકારી ઉઠાવશે

ગરીબ 100 બાળકને દત્તક લઈને આ આઈપીએસ અધિકારીએ ઉમદા કાર્ય કરતા સો સો સલામ કરશો, બાળકની ભણાવવાની તમામ જવાબદારી આ અધિકારી ઉઠાવશે

જે વ્યક્તિ તેની નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરે છે તેવી વ્યક્તિ અન્ય લોકોને પણ મદદરૂપ થઈ તેમને લક્ષ્ય પ્રાપ્તિ કરાવવા કાર્યશીલ રહેતી હોય છે. આવું એક પ્રશંસનીય કાર્ય મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા હરેશભાઈ એલ. જેબલિયાએ કર્યું છે. આ કાર્ય થકી તેમણે રાષ્ટ્રપ્રેમ સાથે શિક્ષણપ્રેમની અનોખી મિસાલ પૂરી પાડી છે. એચ. એલ. જેબલિયાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થતાં તેમણે નક્કી કર્યા મુજબ ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે. આ બાળકોને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી પોતાના ખર્ચે ભણાવશે. આ અંગે PSI એચ. એલ. જેબલિયાએ ખાસ વાતચીત કરી હતી, જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ. #બાળકો

ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થતાં બાળકોને દત્તક લીધા
આ અંગે વાત કરતાં PSI એચ. એલ. જેબલિયાએ જણાવ્યું હતું કે ” ટ્રેનિંગ બાદ જ્યારે વર્ષ 2019માં મારું પહેલું પોસ્ટિંગ અમદાવાદ સિટીમાં શહેરકોટડામાં થયું એ પછી મેં ખાખી વરદીમાં મારો પહેલો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં મનાવ્યો હતો, જેનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો અને આ પછી એ વખતે વૃદ્ધાશ્રમમાં આગામી ચાર મહિનાની તમામ સેવાનું ફુલ બુકિંગ થઈ ગયું હતું. ત્યારથી મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયોના સકારાત્મક ઉપયોગ કરી લોકોને વધુ મદદરૂપ થવું જોઈએ. આ પછી મેં મનોમન નક્કી કર્યું હતું કે જે દિવસે મારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થશે એ દિવસે સરકારી શાળાનાં હું 100 બાળકને દત્તક લઈશ અને તેમને હું મારા ખર્ચે છેક સુધી ભણાવીશ. આમ, મેં ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે.”

સરકારી શાળાનાં 100 બાળકને પસંદ કેવી રીતે કર્યાં?
આ અંગે PSI એચ. એલ. જેબલિયાએ જણાવ્યું હતું કે ” અમરેલીના ધારી પાસે આવેલા દઈડા ગામ અંદાજે 1000 લોકોની વસતિ છે. મેં તે ગામની સરકારી શાળાની મુલાકાત લીધી હતી. એ વખતે મેં સ્કૂલના આચાર્ય ભાટી સાહેબને કહ્યું હતું કે આ બાળકોના ભણવાની જવાબદારી મારે લેવી છે. આ સાંભળી આચાર્યએ તરત જ કહ્યું, તમારો વિચાર ખૂબ જ સરસ છે. આ માટે અમે તમને તમામ સપોર્ટ કરીશું. આમ, આ રીતે મેં સરકારી શાળાના 1થી 8 ધોરણના 100 વિદ્યાર્થીને દત્તક લીધા અને અત્યારે તેમની ભણવાની જવાબદારી હું નિભાવી રહ્યો છું.”

100 બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતિ કેવી છે?
આ અંગે એચ. એલ. જેબલિયાએ કહ્યું હતું કે ” ધારીના દઈડા ગામમાં દરેક બાળકનાં માતા-પિતા એકાદ-બે એકર જમીનવાળા ધરાવતા સામાન્ય ખેડૂતો છે. આ સિવાય કેટલાક પરિવારો પશુપાલન અને મજૂરીકામ સાથે જોડાયેલા છે, એટલે મેં આ ગામ પસંદ કર્યું અને ગામનાં બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધે એવું નક્કી કર્યું છે.”

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *