જુનાગઢ જિલ્લાના સમુદ્ર તટ પર આવેલા ચોરવાડ ગામના શક્તિધામનો ચમત્કાર અપરંપાર છે, અહીં માઁ શક્તિ હજરાહજુર બિરાજમાન છે, માઁ શક્તિના ચરણોમાં શિશ જુકાવીને માઁના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભાવી ભક્તોના દુખો દૂર થાય છે

જુનાગઢ જિલ્લાના સમુદ્ર તટ પર આવેલા ચોરવાડ ગામના શક્તિધામનો ચમત્કાર અપરંપાર છે, અહીં માઁ શક્તિ હજરાહજુર બિરાજમાન છે, માઁ શક્તિના ચરણોમાં શિશ જુકાવીને માઁના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભાવી ભક્તોના દુખો દૂર થાય છે

જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના સમુદ્ર કિનારે આવેલું શક્તિ ધામનો ઈતિહાસ છે અલૌકિક, હજરાહજુર બિરાજમાન માઁ શક્તિના ચરણમાં શિશ જુકાવવાથી જ ભાવી ભક્તોના દુખડાઓ થાય છે દૂર

હિંદુ સમાજોનાં તમામ જ્ઞાતિમાં માતાજી કુળદેવીનું સ્થાન સહુથી મહત્વનું હોય છે. કોઈ પણ પ્રકારનાં પ્રસંગોમાં આપણે આપણા કુળદેવી માતાને જ આગળ કરીએ છીએ અને કુળદેવી વિના આપણા કાજો સફળ જ નથી થતા. આજે આપણે શક્તિધામનું વર્ણન કરવાના છે. વશિષ્ઠ ગૌત્રનાં હાથમાં ભાલો અને માથે પંચરંગી પાઘડી પહેરવા વાળા પરમાર-પઁવાર (કોળી) વંશના ઉદ્વવના ધાર્મિક પુરાવા પણ છે અને તેમના સાહસિક કાર્યોની હામી આધુનિક ઈતિહાસ પણ ભરે છે. શક્તિધામ

લીલુંછમ શક્તિ ધામ ચોરવાડ નામનાં ગામમાં માવડીના બાળકો વચ્ચે શક્તિધામ-વડોવનના નામે પ્રસિદ્ધ છે. ઐતિહાસિક રીતે કાઠિયાવાડ પ્રાંતમાં આવેલા જૂનાગઢ જિલ્લાના સમુદ્રકિનારે માઁ શક્તિનું ધામ આવેલું છે. માંગરોળ અને વેરાવળ શહેર વચ્ચે આવેલું લીલીનું આંગણું તરીકે પ્રખ્યાત ચોરવાડ ગામ છે. ચોરવાડ ગામ જુનવાણી સમયમાં શૌર્યવર્ત તરીકે જ જાણીતું હતું અને આ ગામમાં આવેલા પરમારો પરિવારનાં કુળદેવી શક્તિ માઁનાં આ શક્તિધામની ઉત્પત્તિ કઈ રીતે થઈ? આ મંદિરની સ્થાપના કોણે કરી? ક્યારે કરી? તેમજ આ ધામનું મંદિર કેટલું અર્વાચીન છે? આ બધી બાબતોનાં કોઈ પણ પુરાવા આધુનિક ઈતિહાસમાં ક્યાંય પણ નથી મળતા.

ગામનાં ભક્તજનો વચ્ચે લોકવાયકા છે કે પહેલાના સમયમાં સાધુ-તપસ્વીઓ અહીંયા આવી માઁની સાધના કરતા. જ્યારે જેમને પણ મળી આવ્યું હતું ત્યારથી જ શક્તિ માતાજીના સ્થાનની આસપાસ વડના વટવૃક્ષની વિશાળ વડવાઈઓ હતી જેથી આ ધામને વડોવનનું હુલામણું નામ મળ્યું હતું. અને તેથી જ ભક્તજન માઁને “માઁ વડલી વાળી” તરીકે પણ સંબોધે છે. ભક્તોની આસ્થાના ધામમાં માતાજીના પરચા અપરંપાર છે, માતાજીના આંગણામાં વડનું થડ છે અહીં કોઈને ઉધરસ થઈ હોય તો માઁનું ખરા હૃદયથી સ્મરણ કરીને સાત વખત વડની વડવાઈ નીચેથી આટા ફરવાથી બાળકની ઉધરસની ક્ષણવારમાં જ મટી જાય છે.

મહારાષ્ટ્ર રાજ્યની રાજભાષા મરાઠીમાં માઁ માટે 2 શબ્દો વપરાય છે, એક છે “આઈ” અને બીજો છે “માઈ”, જે કદાચ આપણી જાણકારી બહાર રહી ગયું છે કારણ કે આપણે માઁ ખોડિયાર ને ખોડળ આઈ, માઁ કંકેશ્વરી-હિંગળાજ માતાને કન્ક આઈ, તેમ જ મોહમાયાના દેવી મોહમાઈને ગુજરાતમાં મોમાઈ માઁ અને મહારાષ્ટ્રમાં મૂંબાઈ- મૂંબાઆઈ તરીકે સંબોધાય છે, બસ એ જ રીતે પરમારોના કુળદેવી માઁ સચિયાય સૌરાષ્ટ્ર કાઠિયાવાડની તળપદી બોલીમાં માઁ સગીતાયનાં અપભ્રંશ તરીકે આસ્થાનું સ્થાન ધરાવે છે.

બીજો એક મંત્રમુગ્ધ કરી નાખવા વાળો તર્ક એ પણ છે કે સૌરાષ્ટ્રનાં તળપદી ભક્તો માઁને પોતાની સગ્ગી જનેતાનાં સ્થાને રાખીને પણ પૂજે છે જેથી પણ સગીતાય તરીકે ઓળખાતા હોવાની વાયકાઓ છે જ.

કાઠિયાવાડી-તળપદી બોલીનો અપભ્રંશ હોય કે બીજો કોઈ મીઠો તર્ક. ચોરવાડનાં સગીતાય માઁનું શક્તિધામ પરમાર વંશ સિવાય, ચોરવાડનાં અને અન્ય ક્ષેત્રના કોળી (કૌલિય) કુળો, તેમજ ખારવા સમાજનાં શ્રદ્ધાળુઓ અને દેવી પૂજકો, બ્રાહ્મણો, વાણિયા માટે અતિ મહત્વનું સ્થાન છે. તેમની અખૂટ આસ્થા અહીંયા વસે છે. ભોળા ભક્તો માટે દ્વિજલૌકિકતા પ્રાપ્ત કરવાનું કેન્દ્રસ્થાન છે.

માઁ હાજરાહજૂર છે. જાગૃત સ્થાનમાં માવડીને ગમ્મે ત્યારે યાદ કરો, એમના નામનું સ્મરણ કરો માઁ શક્તિ સાંભળે છે. ભોળી અને નિર્દોષ માવડી પોતાના બાળકોના તમામ કાર્યોમાં યાદ કરવા પર આગળ ઉભી હોય છે.

શક્તિ આઈ હોય કે સગીતાય હોય, માઁનાં દર્શન કરવા, જગત જનનીનાં અંશના ખોળે માથું ટેકવા, માનતા પુરી કરવા કે માવડીનાં ચરણો શિશ નમાવી મન હળવું કરવા ધામના પ્રાંગણમાં એક વાર જરૂરથી પધારશો.

ચોરવાડ ગામના પરમાર વંશ તથા અન્ય ક્ષત્રિય કુળ એવા વાજા, ચુડાસમા, મેર, વાઢેર, સોલંકી, રાઠોડ અને અન્યો દ્વારા શક્તિસ્વરૂપ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હર સોમવારે મેદનીએ આવે છે. પ્રાંગણમાં અવારનવાર ધાર્મિક ઉત્સવોની ઉજવણી થતી રહેતી હોય છે. નિયમિત રૂપે પદ્ધતિસર હોમ, હવન, પૂજા, અર્ચના ભક્તોમાં દૈનિક દિનચર્યાનો એક ભાગરૂપ છે.

 

Admin Team

One thought on “જુનાગઢ જિલ્લાના સમુદ્ર તટ પર આવેલા ચોરવાડ ગામના શક્તિધામનો ચમત્કાર અપરંપાર છે, અહીં માઁ શક્તિ હજરાહજુર બિરાજમાન છે, માઁ શક્તિના ચરણોમાં શિશ જુકાવીને માઁના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભાવી ભક્તોના દુખો દૂર થાય છે

  1. જય માઁ વડલી વાળી
    જય માઁ સગીતાય

    મારો લેખ છાપવા બદ્દલ ખૂબ ખૂબ આભાર news7નો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *