કુદરતના ખોળામાં રમતા ગુજરાતના આ મીની કાશ્મીરના આવા અદ્દભુત દ્રશ્યો તમે કયારેય નહીં જોયા હોય

કુદરતના ખોળામાં રમતા ગુજરાતના આ મીની કાશ્મીરના આવા અદ્દભુત દ્રશ્યો તમે કયારેય નહીં જોયા હોય

નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકામાં આવેલું નાનકડું ખોબા જેવડું ગામ “માંડણ” કે ( Mandan Village ) જે ગુજરાત અને દેશના નકશામાં પ્રખ્યાત બની ગયું છે. શા માટે જાણો છો? કાશમીરને પણ ભુલાવી દે તેવા લખલૂંટ કુદરતી સૌંદર્ય સ્થળ માટે. ( Mini Kashmir of Gujarat ) આજે અમે આપને નર્મદા જિલ્લાના લખલૂંટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પ્રાકૃતિક સ્થળની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેને ગુજરાતના મીની કાશમીરનું બિરુદ મળ્યું છે. ( Mini Kashmir of Gujarat ) એ સ્થળનું નામ છે “માંડણ”.

રાજપીપલાથી 20 કિમિ દૂર આવેલ ચારે બાજુ પર્વતમાળાઓથી અને લીલા છમ વૃક્ષોસભર કુદરતી સૌંદર્યથી છલોછલ આ પ્રાકૃતિક સ્થળ છે. અહીં માંડણ ગામમાં ચારે બાજુ કુદરતે છુઠ્ઠા હાથે અફાટ કુદરતી સૌંદર્ય ( Natural beauty ) વેર્યું છે. અહીં કરજણ ડેમનું ( Karjan Dam ) બેક વોટર આવેલું છે.

કુદરતના ખોળામાં રમતા નર્મતાના આ મિની કાશ્મીરને શું તમે જોયુ છે?

એનું પાણી અહીં ચારે બાજુ પર્વતોની વચ્ચે ઘેરાયેલું છે. જેમાં વચ્ચે નાના-નાના ટાપુ જેવી ટેકરીઓ તથા ચારે બાજુ લીલાછમ ડુંગરો આવેલા છે. અહીં બોટિંગ પણ થાય છે.

તો હવે વાત કરીએ નર્મદા જિલ્લાની
નર્મદા જિલ્લો જંગલ અને પહાડી વિસ્તારથી ઘેરાયેલો છે. ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારમાં કુદરતી રીતે “કુદરતી સૌંદર્ય” અને આહલાદક વાતાવરણ બની જાય છે. અહી આપો આપ કુદરતી ઝરણાં વહેવા માંડે છે અહીં ચારે બાજુ લીલી છમ હરિયાળી જોવા મળે છે.

કુદરતના ખોળામાં રમતા નર્મતાના આ મિની કાશ્મીરને શું તમે જોયુ છે?

ચોમાસામાં તો ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એવુ લાગે. આજકાલ પ્રવાસીઓને આકર્ષવા હિલ સ્ટેશન, પ્રાકૃતિક સૌંદર્યધામ, પીકનીક પોઇન્ટ વગેરે સ્થળોનો વિકાસ કરવા સરકાર યા ખાનગી સંસ્થાઓ લાખો કરોડોનો ખર્ચ કરીને પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેક્ટ બનાવે છે. જોકે એની ટિકિટ પણ મોંઘી હોય છે. તેમ છત્તાં પ્રવાસીઓ પરિવાર સાથે માહોલ બદલવા પીકનીક પોઇન્ટ કે પ્રવાસન સ્થળની મુલાકાત લેતા હોય છે.

May be an image of tree, nature, mountain, grass, sky and lake

હાલ કોરોનાના કેસો ઘટ્યા છે. ત્યારે ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે બહાર નીકળવા લાગ્યા છે. માનસિક રીતે કંટાળી ગયેલા લોકો એવી જગ્યા શોધે જ્યાં શાંતિ હોય, પ્રફુલ્લિતા હોય, ચારેબાજુ કુદરતી સૌંદર્ય વેરાયું હોય એવા કોઈ પ્રાકૃતિક સ્થળે જવાનું પસંદ કરે છે. ત્યારે આવું જ એક કુદરતી સ્થળ છે માંડણ. માંડણ ગામનું આ સ્થળ જુવો તો કાશ્મીર જવાનું ભૂલી જશો. ( Mini Kashmir of Gujarat ) ખુદ આ સ્થળ મીની કાશ્મીરથી કમ નથી.

May be an image of 14 people and lake

માંડણ ગામનું એક માત્ર આ પ્રાકૃતિક સ્થળ પ્રવાસીઓના આગમનથી કુદરતી રીતે પીકનીક સ્પોટ બની ગયું છે. ( Mini Kashmir of Gujarat ) એક રૂપિયાનો ખર્ચ નહીં કોઈ ટિકિટ નહીં કે કોઈ પાર્કિંગ ચાર્જ પણ નહીં.

કુદરતના ખોળામાં રમતા નર્મતાના આ મિની કાશ્મીરને શું તમે જોયુ છે?

સાવ મફત માણવા મળતું આ કુદરતી સૌંદર્ય મઢ્યું આ સ્થળ મોટા મોટા હિલ સ્ટેશનને ભુલાવે તેવું છે. શુદ્ધ ઓક્સિજન વાળી તાજી હવા આપતી જગ્યા અને પ્રદુષણ મુક્ત, શાંત અને મનને પ્રફુલ્લિત કરે એવુ આ સ્થળ ગુજરાતના લાખો પ્રવાસીઓની પસંદ બની ગઈ છે. ત્યારે એક વાર નર્મદાના માંડણ જવાનું હવે ના ભૂલતા.

Small kashmir Of Gujarat: Narmada district

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *