ગુજરાતના આ નાનકડા એવા એક જ ગામની 6 દીકરીઓ રાજ્યની વોલીબોલ ટીમની ખેલાડી, રાષ્ટ્રીય કક્ષાએ નામ કર્યું રોશન

ગુજરાતના આ નાનકડા એવા એક જ ગામની 6 દીકરીઓ રાજ્યની વોલીબોલ ટીમની ખેલાડી, રાષ્ટ્રીય કક્ષાએ નામ કર્યું રોશન

ગુજરતના અમુક ગામમાં આજે પણ દીકરા-દીકરી પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે, બીજી તરફ એક એવું પણ ગામ છે જ્યાં દીકરીને દીકરા કરતા સવાઈ માનવામાં આવે છે, એવું જ ગામ એટલે કે, ગીર સોમનાથનું સરખડી ગામ. જ્યાંની 6 દીકરીઓએ ઈતિહાસ રચી દીધો છે. કારણ કે, 24મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. ગુજરાતની આ ટીમમાં ગીરસોમનાથ જિલ્લાની 7 ખેલાડીઓનો સમાવેશ થયો હતો. જેમાં ગૌરવની વાત એ છે કે 6 ખેલાડી માત્ર સરખડી ગામની જ હતી. #ગામ

રોજ કરે છે 300 ખેલાડીઓ તૈયારી
હવે તમને નવાઈ લાગતી હશે કે વોલીબોલ ટીમમાં માત્ર એક જ ગામની 6 ખેલાડીઓની પસંદગી કેવી રીતે થઈ? તમને જણાવી દઈએ કે, ગીર સોમનાથ જિલ્લાના સરખડી ગામે વર્ષના 365 દિવસ મેદાનમાં 300 ખેલાડીઓ વૉલીબોલની તાલીમ લે છે. જેમાં માત્ર 200 ખેસાડી તો મહિલાઓ જ છે. છેલ્લા 35 વર્ષમાં આ ગામના ખેલાડીઓએ નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પોતાનું યોગદાન આપ્યું છે અને ગુજરાતની સાથે-સાથે દેશનું નામ રોશન કર્યું છે.

ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરવાની ઈચ્છા
ઉલ્લેખનીય છે કે કોઈને આશા ન હતી કે આ ટીમે ફાઇનલ મેચમાં મજબૂત ગણાતી કેરલની ટીમને પણ 3-0 થી પરાજય આપશે. પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતનું એકહથ્થુ પ્રભુત્વ જોવા મળ્યું હતું અને પ્રથમ વખત આ દીકરીઓએ નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં જીત હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી મળતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને રસખડી ગામની દીકરીઓએ સાર્થક કરી છે. આગામી સમયમાં આ દીકરીઓ ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *