8માં ધોરણની વિદ્યાર્થીનીએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને શાળાએ જવા માટે માંગી હતી બસ, ગામમાં શરૂ થઈ બસ સેવા

8માં ધોરણની વિદ્યાર્થીનીએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને શાળાએ જવા માટે માંગી હતી બસ, ગામમાં શરૂ થઈ બસ સેવા

દેશભરમાં બાળકો શાળાએ જવા લાગ્યા છે. કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ લગભગ દોઢ વર્ષથી ઑનલાઇન વર્ગો લેતા હતા. હવે ધીમે ધીમે બાળકો શાળાએ જવા લાગ્યા છે. જૂના મિત્રો, શિક્ષકો, શાળાનું મકાન મળવું એ બાળકો માટે એક અલગ જ અનુભવ છે. અમુક વિદ્યાર્થીઓ માટે સવારે સ્કૂલ બસમાં જવાનું અને ક્લાસમાં બેસવાનું સાવ સામાન્ય હોય છે. નોંધનીય છે કે દેશના ઘણા બાળકો હજુ પણ આ સુવિધાથી વંચિત છે. દેશના ઘણા બાળકો પગપાળા ચાલીને કે સાઈકલ ચલાવીને શાળાએ જાય છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાઓની હાલત એકદમ ખરાબ હોય છે.

ત્યારે તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના ચિડેડુ ગામની 8મા ધોરણની વિદ્યાર્થિની પી. વૈષ્ણવીને પણ શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી હતી. કોવિડ-19 રોગચાળાને કારણે તેના ગામમાં આવતી બસો બંધ કરવામાં આવી હતી.

કોવિડ-19ની પ્રથમ લહેરમાં જ વૈષ્ણવીએ તેના પિતા ગુમાવ્યા અને નબળી આર્થિક સ્થિતિને કારણે તે શાળાએ જવા માટે ઓટો રિક્ષામાં જઇ શકતી નહતી. માતાની કમાણીથી માંડ ઘર ચાલે છે અને આવી આર્થિક તંગીને કારણે વૈષ્ણવી અને તેનો ભાઈ શાળાએ આવવા-જવા માટે વધુ પૈસા ખર્ચી શકતા નહતા.

Chief Justice of India Ramana

ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો
વૈષ્ણવીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખીને ગામડા સુધી બસ સેવા શરૂ કરવાની માંગ કરી હતી જેથી કરીને તે વધુ પૈસા ખર્ચ્યા વિના શાળાએ જઈ શકે.

CJI એ પત્રનો જવાબ આપ્યો
CJI રમન્નાએ તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર વી.સી.સજ્જનારને જાણ કરી અને બસ સેવાઓ શરૂ કરવા માટે કહ્યું હતું. સજ્જનરે સીજેઆઈને બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી. વી.સી.સજ્જનારે ટ્વિટ કર્યું કે તેણે વૈષ્ણવી અને તેની માતા સાથે વાત કરી છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *