સાંભળવાની ક્ષમતા ગુમાવી, પરીક્ષામાં ચડ્યો તીવ્ર તાવ તો પણ હિંમત ન હારી અને બન્યા આઈએએસ અધિકારી

સાંભળવાની ક્ષમતા ગુમાવી, પરીક્ષામાં ચડ્યો તીવ્ર તાવ તો પણ હિંમત ન હારી અને બન્યા આઈએએસ અધિકારી

દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો આવતા જ હોય છે, પરંતુ જો કોઈ તેની સામે ઘૂંટણિયે પડી જાય છે, તો કોઈ તેને પાર કરીને એક ઉત્તમ ઉદાહરણ બની જાય છે. આજે અમે તમને આવા જ એક IAS ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ન માત્ર પોતાની મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ દરેક માટે એક ઉત્તમ ઉદાહરણ પણ બન્યા. અમે વાત કરી રહ્યા છીએ 2017 બેચના IAS સૌમ્યા શર્માની. જેમણે પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી છતાં હાર ન માની. ચાલો સૌમ્યા શર્મા વિશે જાણીએ જેમણે કાયદાનો અભ્યાસનો પણ કર્યો છે.

16 વર્ષની ઉંમરે સાંભળવાની શક્તિ ગુમાવી
મૂળ દિલ્હીની સૌમ્યા શર્મા બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. એક મુલાકાતમાં સૌમ્યાએ કહ્યું હતું કે 16 વર્ષની ઉંમરે તેણે સાંભળવાની શક્તિ ખોઈ દીધી હતી. તેમણે અચાનક જ સાંભળવાનું બંધ કરી દીધું. તપાસ બાદ જાણવા મળ્યું કે સૌમ્યાએ 90-95% સાંભળવાની ક્ષમતા ગુમાવી હતી. તે પછી ઘણા ડોકટરોને મળી પણ કોઈ ફાયદો થયો નહીં. સૌમ્યા હવે હિયરિંગ એડનો ઉપયોગ કરે છે.

Saumya Sharma IAS Posting

દિલ્હીથી કાયદાનો અભ્યાસ કર્યો
આવી સ્થિતિમાં સૌમ્યાએ આ મુશ્કેલ સમયનો મજબૂતાઈથી સામનો કર્યો અને સારા માર્ક્સ સાથે શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે પ્રારંભિક શિક્ષણ દિલ્હીથી મેળવ્યું અને તે પછી તેમણે નેશનલ લો સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. કાયદાના તેના અંતિમ વર્ષમાં સૌમ્યાએ યુપીએસસી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. પરીક્ષા દરમિયાન સૌમ્યાને 103 ડિગ્રીનો તીવ્ર તાવ પણ આવ્યો હતો, તેમ છતાં તે પરીક્ષા આપવા પહોંચી હતી.

PunjabKesari

સૌમ્યા શર્માએ 2017માં યુપીએસસી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ યુપીએસસી પ્રિલિમની તૈયારી કરવા માટે તેની પાસે માત્ર 4 મહિના જ બચ્યાં હતા. છતાં સૌમ્યાએ સખત મહેનત કરી અને માત્ર ચાર મહિનાની તૈયારી સાથે તે તેના પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પાસ કરવામાં સફળ રહી હતી.

પરીક્ષા સમયે 103 ડિગ્રીનો તાવ આવ્યો હતો
સૌમ્યાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પરીક્ષા દરમિયાન તેણે 103 ડિગ્રીનો તીવ્ર તાવ આવ્યો હતો. તે ન તો પથારીમાંથી બહાર નીકળી શકતી અને ન તો તે જીએસમાં સુધારો કરી શકતી હતી. ત્યારબાદ તેને IV ડ્રિપ આપવામાં આવી, જેથી તેને UPSCની પરીક્ષામાં બેસવામાં મદદ મળી.

 

પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી પાસ કરી
23 વર્ષની ઉંમરે તેમણે 9માં રેન્ક સાથે પ્રથમ વખતમાં જ UPSCની પરીક્ષા પાસ કરી હતી. યુપીએસસીની પરીક્ષા 9મા ક્રમાંક સાથે પાસ કરીને તે યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ બની હતી. આમ કરીને તેમણે માત્ર પરિવારનું જ નહીં પરંતુ દેશનું નામ પણ રોશન કર્યું છે. આ સાથે સૌમ્યાએ સાબિત કરી દીધું કે જો પ્રબળ ઈચ્છાશક્તિ અને કંઈક કરવાનો ઈરાદો હોય તો મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ આપોઆપ બની જાય છે.

Girl Overcomes Hearing Impairment & Fever On Exam Day to Crack UPSC

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *