ચહેરા સાથે ચોંટ્યું, માથા-પગ વિનાની લાશ હોસ્પિટલ પહોંચી; બસ ખાક

ચહેરા સાથે ચોંટ્યું, માથા-પગ વિનાની લાશ હોસ્પિટલ પહોંચી; બસ ખાક

જયપુરમાં શુક્રવારે સવારે અત્યારસુધીની સૌથી ભયાનક દુર્ઘટના થઈ. LPGથી ભરેલા ટેન્કરમાં લાગેલી આગ એક કિલોમીટર સુધી જોવા મળી હતી. આ દુર્ઘટનાનો એરિયલ વ્યૂ જોવાથી એવું લાગતું હતું કે યુદ્ધના મેદાનમાંથી આગના ગોળા વરસી રહ્યા છે.

આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે આગની ચપેટમાં આવેલા લોકોનાં અંડરગાર્મેન્ટ્સ પણ બળી ગયાં હતાં. એવામાં લોકોએ કપડાં ઉતારીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનાના ભાસ્કર પાસે થોડા લાઇવ વીડિયો છે, જેના દ્વારા ઘટનાની ભયાવહતાનો અંદાજો લગાવી શકાય છે.

Jaipur Fire News: एलपीजी टैंकर ब्लास्ट में मृतकों के परिजनों को मिलेगा  मुआवजा, पीएम मोदी के बाद सीएम ने भी किया ऐलान | Rajasthan Khabre

આ બ્લાસ્ટમાં 34 પેસેન્જર્સથી ભરેલી સ્લીપર બસ પણ બળીને ખાખ થઈ ગઈ છે. એમાં સવાર 34 પેસેન્જર્સમાંથી 20 દાઝી ગયા છે. ત્યાં જ 14 પેસેન્જર્સ અને ડ્રાઇવર-કન્ડક્ટર ગાયબ છે.

ટેન્કર ફાટ્યાની આગની જ્વાળાઓ એટલી ઉપર સુધી ઊઠી કે અનેક પક્ષીઓ પણ બળી ગયાં. બસ અને ટ્રક સાથે હાઈવે પર અનેક ગાડીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ છે.

આગની ચપેટમાં એક બાઇકસવારનું હેલ્મેટ તેના ચહેરા સાથે ચોંટી ગયું અને તેની આંખ પણ બળી ગઈ. ઘાયલોની વચ્ચે એક એવો મૃતદેહ પણ હોસ્પિટલ પહોંચ્યો, જેનું માત્ર ધડ જ હતું. માથું અને પગ ગાયબ હતાં.

શુક્રવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે LPG (BPCL) ટેન્કર અને ટ્રકની ભીષણ ટક્કરમાં 9 લોકો જીવતા બળી ગયા. દુર્ઘટનામાં 35 લોકો દાઝી ગયા છે. દુર્ઘટનાના 6 કલાક પછી પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થઈ રહી છે.

જાણો કેવી રીતે થયો અકસ્માત

LPGથી ભરેલું ટેન્કર અજમેર તરફથી જયપુર આવી રહ્યું હતું.
ભાંકરોટમાં ડીપીએસ સ્કૂલ સામેથી ટેન્કર યુ-ટર્ન લઈ રહ્યું હતું.
જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ગેસના ટેન્કરના નોઝલમાં ટક્કર મારી દીધી.
નોઝલમાંથી લગભગ 18 ટન ગેસ હવામાં ફેલાઈ ગયો અને 200 મીટરનો વિસ્તાર ગેસ ચેમ્બર બની ગયો.
થોડીવાર પછી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ નજીકનાં વાહનોમાં ફેલાઈ ગઈ.

ગેઈલ ઈન્ડિયાના ડીજીએમએ કહ્યું હતું કે દુર્ઘટના સ્થળથી લગભગ 100 મીટર દૂર ક્રૂડ ઓઈલની પાઈપલાઈન છે, પરંતુ એ સુરક્ષિત છે.
ઉદયપુરથી આવી રહેલી બસ થોડીવારમાં જ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. બસ-માલિકનું કહેવું છે કે ગુમ થયેલા મુસાફરોની શોધ કરવામાં આવી રહી છે.

જયપુર પહોંચવાની 30 મિનિટ પહેલાં બસ સળગી ગઈ લેકસિટી ટ્રાવેલની બસ ગુરુવારે રાત્રે 9 વાગ્યે ઉદયપુરથી નીકળી હતી. એ સમયે બસમાં 35 મુસાફર હતા. એક મુસાફર અજમેર ખાતે ઊતરી ગયો હતો. બસ સવારે 6.30 વાગે જયપુર પહોંચવાની હતી, પરંતુ સવારે 5.45 વાગે અકસ્માત સર્જાયો હતો. બસના મુસાફરે જણાવ્યું હતું કે અચાનક બસમાં આગ લાગી હતી.

બસના મુખ્ય દરવાજાને પણ લોક મારી દેવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને બહાર નીકળવામાં મોડું થયું અને અનેક લોકોનાં મોત થયાં. આ અકસ્માતમાં બસના ડ્રાઈવરને સૌથી પહેલા ઈજા થઈ હતી. ઘટનાસ્થળે 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં રોડ પર ઊભેલાં તમામ વાહનો આગની લપેટમાં આવી ગયાં હતાં. આ પછી લગભગ એક કલાક સુધી વિસ્ફોટના અવાજ સંભળાયા.

સ્થળ પર દરેક જગ્યાએ બળેલાં પક્ષીઓ પડ્યાં છે. બચાવકાર્યમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે મૃત પક્ષીઓને પણ વહેલી તકે દૂર કરવામાં આવી રહ્યાં છે.

લોકો કપડાં ઉતારીને ભાગી ગયા હવામાં ઝડપથી ફેલાયેલા ગેસે દુર્ઘટનાને ખૂબ જ ભયાવહ બનાવી દીધી હતી. આસપાસ રહેલા લોકોએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ધમાકાનો અવાજ સાંભળીને બહાર આવ્યા ત્યારે લોકો અહીં-ત્યાં ભાગી રહ્યા હતા. અનેક લોકો બળી ગયેલાં કપડાંને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા એક પરિવારજન મોહનલાલે જણાવ્યું, મદદ કરતી સમયે પણ અનેક લોકો ગેસના કારણે બેભાન થઈ ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે અમે પણ દૂર થઈ ગયા. ઘટનાસ્થળે શું થયું એની કોઈ જાણકારી નથી. મારો ભાણિયો હરિલાલ દુર્ઘટનામાં દાઝી ગયો, તેની સારવાર ચાલી રહી છે.

દુર્ઘટનાની જગ્યા લગભગ 400 મીટરની અંદર સેંકડોની સંખ્યામાં પક્ષી પણ બળીને ખાક થઈ ગયેલાં પડ્યાં હતાં. હાઈવેના કિનારે ઊભેલી 25થી વધારે ગાડીઓ પણ બળી ગઈ છે.

પરિવારજને કહ્યું- હાથ-પગ દાઝ્યા, હેલ્મેટ ચોંટી ગયું

શોએબ: 1લી જાન્યુઆરીએ અમારા ઘરમાં લગ્ન છે. મારો ભાઈ ઉદયપુરથી જયપુર આવી રહ્યો હતો. બસમાં આગ લાગતાંની સાથે જ તે થોડીવારમાં જ બસમાંથી કૂદી ગયો હતો, પરંતુ તેમ છતાં તેના બંને હાથ અને પગ ખરાબ રીતે દાઝી ગયા હતા. હવે તેની સારવાર ચાલુ છે.

શિલ્પા: અમારા પાડોશી રમેશ શર્મા અને તેમની પત્ની નીર બાઇક પર જયપુર જઈ રહ્યાં હતાં. રસ્તામાં તેમને દુર્ગંધ આવવા લાગી અને અચાનક બાઇક થંભી ગઈ. આ દરમિયાન તેઓ આગની ચપેટમાં આવી ગયાં હતાં. રમેશનું હેલ્મેટ તેના ચહેરા પર ચોંટી ગયું અને આંખો પણ બળી ગઇ છે.

દેવ શર્મા: મારી ઉપર સવારે 5.30 વાગ્યે ફોન આવ્યો હતો કે અમે દાઝી ગયા છીએ. ભાંકરોટામાં ઘર તરફ આવી રહ્યા છીએ. અમે ઘરે પહોંચ્યા ત્યારે બંનેના હાથ-પગ દાઝી ગયા હતા.

અકસ્માતના એક ફોટો-વીડિયોએ લોકોને સૌથી વધુ ડરાવ્યા છે. એમાં એક બળેલી વ્યક્તિ દોડતી જોવા મળી રહી હતી. આ રાધેશ્યામ ચૌધરી છે. કારખાનામાંથી ઘરે પરત ફરી રહેલા લોકો આગની ચપેટમાં આવી ગયા હતા. તેના ભાઈએ જણાવ્યું કે રાધેશ્યામની કોઈએ મદદ કરી નહિ.

આગને કારણે જીવતા દાઝી ગયેલા લોકોને બચાવ ટુકડીએ ભારે મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા.

આગમાં સળગી ગયેલા લોકોએ પોતાનાં કપડાં ઉતારીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉદયપુરથી આવી રહેલી લેકસિટી ટ્રાવેલની બસમાં આગ લાગી હતી. બસમાં મુસાફરી કરી રહેલા અનેક લોકો આગની ચપેટમાં આવી ગયા હતા.

ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કેટલાક ઘાયલોને અજમેર રોડ પાસેની ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે.

જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ-ટેન્કરમાં વિસ્ફોટ:8 લોકો જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા, 40 વાહનોમાં આગ, ફેક્ટરી પણ બળીને ખાક; અજમેર હાઈવે બંધ

શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એલપીજી ગેસથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા અને 35 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. ટેન્કરમાંથી બહાર આવ્યા બાદ ગેસ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને અચાનક આગ લાગી હતી. આ સાથે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *