લગ્નના 44 વર્ષ પછી દાદા-દાદી અલગ થયા, ભરણપોષણમાં આપ્યા 3 કરોડ રુપિયા
હરિયાણામાંથી છૂટાછેડાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ખેડૂતે લગ્નના 44 વર્ષ બાદ પોતાની પત્નીથી અલગ થયા છે. છૂટાછેડાનો આ કિસ્સો હરિયાણાના કરનાલનો છે. છૂટાછેડા 3.07 કરોડ રૂપિયાની એલિમની પર નક્કી થયા, જેને ચૂકવવા માટે 70 વર્ષથી વધારે ઉંમરના થઈ ચૂકેલા પતિને પોતાની ખેતીની જમીન વેચવી પડી.
છૂટાછેડાનો આ કિસ્સો એક દાયકા કરતાં પણ જૂના સમયથી કોર્ટમાં ચાલ્યા બાદ આખરે હવે આ કેસમાંથી છુટકારો મળ્યો. દંપતીના લગ્ન વર્ષ 1980માં થયા હતા અને તેમને ત્રણ વયસ્ક બાળકો પણ છે. 2006માં પતિએ પત્ની પર માનસિક પ્રતાડનાનો આરોપ લગાવ્યો અને છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે બાદથી પતિ-પત્ની અલગ રહેવા લાગ્યા. જોકે, 2013માં કરનાલ ફેમિલી કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
જાહેરાત
નિરાશ થઈને પતિએ હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટમાં 11 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડ્યા બાદ નિરાશ થઈને નવેમ્બર 2023માં મધ્યસ્થતાની સલાહ આપી. બંને પક્ષ અને તેમના બાળકો પતિ દ્વારા ભરણપોષણ આપવાની સહમતિ સાથે વિવાહને સમાપ્ત કરવા માટે સહમત થઈ ગયા. ચૂકવણી હપ્તામાં કરવામાં આવી, જેમાં ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 2.16 કરોડ રૂપિયા, પાકના વેચાણમાંથી 50 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં દ્વારા 40 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ગત અઠવાડિયે હાઈકોર્ટે 22 નવેમ્બરે થયેલા સમાધાનને માન્યતા આપતા ઔપચારિક છૂટાછેડાને મંજૂરી આપી દીધી. તેમના સમાધાન અનુસાર, પ્રથમ પક્ષ (પતિ) એ દ્વિતીય પક્ષ (પત્ની)ને સ્થાયી ભરણપોષણ તરીકે 3.07 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. પત્ની અને બાળકોને પ્રથમ પક્ષ અથવા તેના ઉત્તરાધિકારીઓ વિરુદ્ધ કોઈ દાવો નહીં હોય. તેમના મૃત્યુ બાદ પણ, બાકીની સંપત્તિ ઉત્તરાધિકાર કાયદા અનુસાર, હસ્તાંતરિત કરવામાં આવશે, જેમાં દ્વિતીય પત્ની અને તૃતીય પક્ષ બાળકો સામેલ નહીં હોય.