ટ્રકો ભરીને પૈસા, નોટ ગણવા નવા 36 મશીન, 10 દિવસ ચાલી રેડ, આ છે ભારતનો સૌથી મોટો IT દરોડો

ટ્રકો ભરીને પૈસા, નોટ ગણવા નવા 36 મશીન, 10 દિવસ ચાલી રેડ, આ છે ભારતનો સૌથી મોટો IT દરોડો

ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટી ઈન્કમટેક્સ રેડ ઓડિશામાં હાથ ધરવામાં આવી હતી. આ રેડ 10 દિવસ સુધી ચાલી હતી. આ રેડમાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર રેડ પાડી હતી. જેમાં 352 કરોડ રૂપિયાની જંગી બેનામી રકમ મળી આવી હતી. માહિતી પ્રમાણે આ રેડ ખાસ કરીને તેના કદ અને જટિલતાને કારણે સમાચારમાં ખૂબ જ ચર્ચામાં હતી. તેમજ ઈન્કમટેક્સ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે.

કામગીરી માટે 36 નવા મશીનોની વ્યવસ્થા કરાઈ

આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે જમીનની નીચે દટાયેલી કિંમતી ચીજવસ્તુઓને ઓળખવા માટે સ્કેનિંગ વ્હીલવાળા મશીનનો ઉપયોગ કર્યો હતો. આ ઓપરેશન પાર પાડવા માટે 36 નવા મશીનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કરીને નોટોની ગણતરી ઝડપી કરી શકાય. આટલી મોટી રકમ મળ્યા બાદ આવકવેરા વિભાગે વિવિધ બેંકોના કર્મચારીઓને મદદ માટે બોલાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિશાળ માત્રામાં મળેલી રકમની ગણતરી અને સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ બોલાવવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગને રેડ દરમિયાન મળેલી રકમ ટ્રકમાં લોડ કરી, કડક સુરક્ષા સાથે વિભાગની ઓફિસમાં જમા કરાવ્યા. આ ઓપરેશનની સફળતાની ગાથાએ આવકવેરા વિભાગની કુશળતા અને સમર્પણને ઉજાગર કર્યું હતું.

ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓનું સન્માન

તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આ રેડ આગેવાની કરનાર ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય આવકવેરા તપાસ નિર્દેશક એસકે ઝા અને વધારાના નિર્દેશક ગુરપ્રીત સિંહનો સમાવેશ થાય છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *