VIDEO: લગ્નમાં નોટોનો વરસાદ..વરરાજાને 2.56 કરોડ…જૂતા ચોરનારી સાળીઓને 11 લાખ આપ્યા

VIDEO: લગ્નમાં નોટોનો વરસાદ..વરરાજાને 2.56 કરોડ…જૂતા ચોરનારી સાળીઓને 11 લાખ આપ્યા

મેરઠમાં દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એક મોટા રિસોર્ટમાં વૈભવી લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ યુપીના આ મોંઘેરા લગ્ન વિવાદમાં આવી ગયા છે. આ લગ્ન સમારોહમાં એક સૂટકેસમાં 2 કરોડ 56 લાખ રૂપિયા કેશ દહેજમાં આપવામાં આવ્યા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્ન સમારોહમાં જૂતા ચોરીની વિધિના નામ પર 11 લાખ રૂપિયા અને 8 લાખ રૂપિયા અલગથી આપવામાં આવ્યા છે.

દહેજમાં છોકરીના પરિવારે 2 કરોડ 56 લાખ રૂપિયા કેશ આપ્યા

મેરઠના NH-58 પર એક મોટા રિસોર્ટમાં ચાર દિવસ પહેલા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન ગાઝિયાબાદથી મેરઠ આવી હતી. લગ્ન દરમિયાન દહેજમાં છોકરીના પરિવારે 2 કરોડ 56 લાખ રૂપિયા કેશ આપ્યા હતા. આ કેશ પૈસા મોટા સૂટકેસમાં લાવવામાં આવ્યા હતા અને વરરાજાના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયોમાં આ રકમ 2.56 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં એવું પણ સંભળાય રહ્યું છે કે જૂતા ચોરીની વિધિના 11 લાખ રૂપિયા અને 8 લાખ રૂપિયા અલગથી એક ધાર્મિક સ્થળના નામે આપવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, જે કાજીને નિકાહ કરવા બોલાવવામાં આવ્યા હતા તેમને પણ 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. નિકાહના મંચ પર બેસતી વખતે આ રકમ બ્રીફકેસમાંથી કાઢીને કાજીને આપવામાં આવે છે. એટલું જ નહીં મસ્જિદ માટે 8 લાખ રૂપિયાના દાનની પણ જાહેરાત કરવામાં આવી છે. આ રકમ પણ રોકડમાં આપી રહ્યા છે. વાયરલ વીડિયો મેરઠ બાયપાસ રોડ પર સ્થિત એક રિસોર્ટનો હોવાનું કહેવાય છે.

લોકો વાયરલ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પર સતત કોમેન્ટ આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે આવા જ લોકોને ત્યાં ઈન્કમટેક્સ અને ઈડીના દરોડા પડે છે. વાયરલ વીડિયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે આટલી મોટી રકમ કેશ આપનારાઓએ ક્યાંથી એકઠી કરી. આ વીડિયો અધિકારીઓ સુધી પહોંચ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, લગ્ન એ પરિવારની અંગત અને પારિવારિક બાબત છે. કોઈપણ પક્ષ તરફથી ફરિયાદ આવે તો તેની તપાસ થઈ શકે છે. ફરિયાદના આધાર પર જ કાર્યવાહી શક્ય છે.

વાયરલ વીડિયો પર લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે કે ઈન્કમટેક્સ અને EDની ટીમ આવા જ લોકોના ઘરે દરોડા પાડે છે. લોકોએ સવાલ પણ ઉઠાવ્યો છે કે, આટલા કેશ ક્યાંથી આવ્યા અને તેનો હિસાબ કોણ લેશે?

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *